શેરબજારમાં તેજી: સેન્સેક્સ 344 તેમજ નિફ્ટી 95 અંક અપમાંApril 16, 2019

રાજકોટ તા,16
શેરબજારમાં આજે તેજીનો માહોલ જોવા મળ્યો હતો. બજાર ખુલતાની સાથે સેન્સેકસમાં 200 પોઈન્ટનો ઉછાળો જોવા મળ્યો હતો. જ્યારે નિફટી પણ નવી સપાટીએ રહ્યો હતો.
ભારતીય શેરબજારોમાં આજે ખુલતાની તેજી જોવા મળી હતી. ગઈકાલે બીએસઈ સેનસેકસ 38905.84એ 138.73 પોઈન્ટના સુધારા સાથે બંધ રહ્યો હતો ત્યારે આજે બજાર ખુલતાની સાથે બીએસઈ સેનસેક્સ 39.124.05એ 218.21ની સપાટીએ રહ્યો હતો. 10:00 વાગ્યે સેનસેકસ 306.92 પોઈન્ટના સુધારા સાથે 39,213.13 પોઈન્ટ રહ્યો હતો. જ્યારે નિફટીએ 11760 બાદ આજે નવ 11771ની નવી સપાટીએ રહ્યો હતો. નિફટી 81.500 પોઈન્ટના ઉછાળા સાથે 11771.85 ઉપર રહ્યું હતું. ત્યારે નિફટી બેન્ક 30378.05એ 280.75, બીએસઈ મિડકેપ 15540.39એ 41 પોઈન્ટ અને બીએસઈ સ્મોલ કેપ 15180.17એ 66.08 પોઈન્ટ નોંધાયો હતો. જ્યારે ડોલરની સરખામણીએ રૂપિયો 13 પૈસા ગગડ્યો હતો. ડોલર 69.55એ રૂપિયો 13 પૈસા ગગડ્યો હતો.
બપોરે 3.15 વાગ્યે બીએસઈના 30 શેરોવાળા પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સમાં 344 પોઈન્ટ એટલેકે 0.89 ટકાની તેજી સાથે 39250 સ્તર પર કારોબાર કરી રહ્યુ હતુ.
તો નિફ્ટીના 50 શેરોમાં પ્રમુખ ઈન્ડેક્સમાં 95 પોઈન્ટ એટલેકે 0.81 ટકાના ઉછાળા સાથે 11,785ના સ્તર પર કારોબાર કરી રહ્યી હતી.