‘નામ’ના 325 અબજ રૂપિયા ઉપજયા: આને કહેવાય ‘નામના’April 16, 2019

નવી દિલ્હી: અંગ્રેજીમાં એક કહેવત છે કે વોટ ઈઝ ઈન અ નેમ? એટલે કે નામમાં શું રાખ્યું છે? પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે ભારતના એક નામની એટલી કિંમત હતી કે તે દુનિયાની સૌથી મોટી રિટેલ કંપની વોલમાર્ટે 325 અબજ રૂપિયામાં ખરીદ્યુ છે. આ નામ છે ‘ફ્લિપકાર્ટ’ (ઋહશાસફિિ)ં ફ્લિપકાર્ટ ભારતની સૌથી મોટી રિટેલ કંપની છે અને વોલમાર્ટે હાલમાં જ તેને ટેક ઓવર કરી છે.
વોલમાર્ટ અને ફ્લિપકાર્ટ વચ્ચે થયેલી ડીલની કુલ કિંમત 1106 અબજ રૂપિયા હતી. ટેક્નોલોજી અને સ્ટાર્ટ અપ ન્યૂઝ પોર્ટલ 42એ પોતાના એક રિપોર્ટમાં જણાવ્યું છે કે વોલમાર્ટે પોતાની વાર્ષિક 10-કે ફાઈલિંગમાં જણાવ્યું છે કે આ ડીલમાં ફ્લિપકાર્ટનું નામ ખરીદવા માટે 325 અબજ રૂપિયા ચૂકવવામાં આવ્યાં છે.10-કે ફાઈલિંગ અમેરિકામાં રજિસ્ટર્ડ તમામ કંપનીઓ માટે અનિવાર્ય છે.
આ ફાઈલિંગ મુજબ ફ્લિપકાર્ટ અને તે સંબંધિત તમામ બ્રાન્ડ નામને ખરીદવા માટે આ કિંમત ચૂકવવામાં આવી છે. આ રીતે વોલમાર્ટે ફ્લિપકાર્ટને ફક્ત નામ ખરીદવા માટે આટલી મોટી રકમ ચૂકવી છે. તેનો અર્થ એ થયો કે ફ્લિપકાર્ટની કુલ વેલ્યુના 30% ફક્ત તેના નામમાં છે.
ગ્લોબલ બ્રાન્ડ વેલ્યુએશન એજન્સીના જણાવ્યાં મુજબ આ કિંમત સાથે ફ્લિપકાર્ટ ભારતનું 5મું સૌથી મોંઘું બ્રાન્ડ નેમ બન્યું છે. ભારતનું સૌથી મોંઘુ બ્રાન્ડ નેમ છે- ટાટા. ત્યારબાદ એરટેલ, ઈન્ફોસીસ અને એલઆઈસીનું સ્થાન છે. ભારતમાં સામાન્ય રીતે કંપનીઓ બ્રાન્ડ વેલ્યુ કરતા વધારે ઈકોનોમિક વેલ્યુને મહત્વ આપે છે. આવામાં ફ્લિપકાર્ટના નામ માટે આટલી મોટી રકમ મળવી એ ખુબ મોટી વાત છે.