વજન ઘટાડયું તો બેડોળ બન્યું શરીરApril 16, 2019

ઇન્ડોનેશિયાનો રહેવાસી આર્યા પરમાના જ્યારે 10 વર્ષનો હતો એટલે વર્ષ 2016માં તેનું વજન 192 કિલોગ્રામ થઇ ગયું હતું. આર્યાને દુનિયાના સૌથી વધુ વજન ધરાવતા બાળકનો ખિતાબ આપવામાં આવ્યો હતો. હવે 13 વર્ષના આર્યાનું સર્જરી બાદ વજન 106 કિલો થઇ ગયું છે.આર્યાની સર્જરી જકાર્તામાં કરવામાં આવી હતી. પરંતુ સર્જરી બાદ આર્યાની ચામડી લબડી પડી છે. હવે આર્યા સ્કીન માટે સર્જરી કરાવશે. જ્યારે આર્યા 10 વર્ષનો હતો ત્યારે તે ઇન્સટન્ટ નૂડલ્સ, ફીઝી ડ્રીન્ક્સ અને ડીપ ફ્રાઇ ચિકન ખાતો હતો. તેના માતા-પિતાએ તેને હેલ્ધી ડાયટ આપવાના લાખ પ્રયાસ કર્યા પરંતુ તેની જિદ આગળ તેમની એક ન ચાલી. હાલ આર્યાનુ વજન 86 કિલોની આસપાસ છે. હવે આર્યા ફક્ત વોલીબોલ, બેડમિંટન, સ્વીમિંગ જેવી રમતોમાં જ ભાગ નથી લેતો પરંતુ હવે તેનો આત્મવિશ્વાસ પણ વધી ગયો છે.