‘ભારત’નો જરા હટકે ‘ભાઇજાન’April 16, 2019

ઘણી રાહ જોયા બાદ ભારત ફિલ્મમાં સલમાન ખાનનો લુક રિલીઝ થઈ ગયો છે. આ હટકે લુકમાં સલમાન ખાન કાળા ચશ્મા, સફેદ દાઢી અને સફેદ વાળમાં ચિંતિત હાવભાવ સાથે જોવા મળી રહ્યો છે. પોસ્ટરમાં જર્ની ઓફ મેન ઍન્ડ નેશન ટુગેધર લખેલું છે. તરણ આદર્શે ટ્વીટ કરીને સલમાન ખાનનો ફિલ્મમાં ફર્સ્ટ લુક શેર કર્યો છે. 14 એપ્રિલે કેટરીનાએ ફિલ્મ ભારતને લઈને પોતાનો ફર્સ્ટ લુક સોશિયલ મીડિયામાં શેર કર્યો હતો. આ લુકમાં કર્લી હેર અને માથામાં લગાવેલો ચાંલ્લો સાથે તે ઘણી સુંદર દેખાઈ રહી હતી. ડિરેક્ટર અલી અબ્બાસ ઝફરની આ ફિલ્મ 5 જૂન,2019ના રોજ રિલીઝ થશે. સલમાન ખાન અને કેટરીના કૈફની આ છઠ્ઠી ફિલ્મ છે, જેમાં તેઓ એકસાથે કામ કરી રહ્યાં છે. આ ફિલ્મ કોરિયન ફિલ્મ ઘમય ઝજ્ઞ ખુ ઋફવિંયનિી હિંદી રિમેક છે. સલમાન ખાનના 6 અલગ-અલગ લુક જોવા માટે દર્શકો આ ફિલ્મની કાગડોળે રાહ જોઈ રહ્યા છે.