અમદાવાદને મળશે ડબ્બલ સ્પોટર્સ સેન્ટરApril 16, 2019

અમદાવાદ : વર્ષ 2014માં જૂન મહિનામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાત ક્રિકેટ એસોસિયેશનની જવાબદારી બીજેપીના પ્રેસિડેન્ટ અમિત શાહને સોંપી ત્યારથી શાહે પોતાના લોકસભાના મતદાન વિસ્તારને વર્લ્ડ ક્લાસ સ્પોર્ટ્સ શહેરમાં બદલવાનું શરૂ કરી દીધું હતું.
અમદાવાદના મોટેરો વિસ્તારમાં 1100 કરોડના ખર્ચે દુનિયાનું સૌથી મોટી ક્રિકેટ સ્ટેડિયમ બની રહ્યું છે જેમાં અંદાજિત 1.1 લાખ લોકો બેસી શકશે ઉપરાંત ત્યાં સુધી જવા સીધી મેટ્રોની સુવિધા મળી રહેશે. મોટેરા સ્ટેડિયમ સાબરમતી વોર્ડમાં આવે છે, જ્યાં બુલેટ ટ્રેનનું પણ પહેલું સ્ટેશન મળવાનું છે. હવે દોઢ વર્ષ બાદ અમિતશાહના વિશ્વસનીય અને અમદાવાદના પૂર્વ મેયર ગૌતમ શાહ દ્વારા શાસ્ત્રીનગરમાં બીજું ઈન્ટરનેશનલ સ્પોર્ટ્સ સેન્ટર બનાવવા માટે ભલામણ કરાઈ છે. 2002માં અમિત શાહ નારણપુરાના રહેણાંક વિસ્તારના પ્લાનિંગમાં સંકેળાયેલા હતા તેથી આ વિસ્તારને પસંદ કરવામાં આવ્યો છે. યુનિયન સ્પોર્ટ્સ મિનિસ્ટ્રી દ્વારા પ્રોજેક્ટમા મદદ માટે 85 કરોડ રૂપિયાની ગ્રાન્ટ આપવામાં આવશે.