આઇપીએલનો એકેય સ્ટાર વિન્ડીઝની ટીમમાં નહીંApril 16, 2019

કિંગસ્ટન: વેસ્ટ ઇન્ડિઝના સિલેક્ટરોએ આગામી 30મી મે પૂર્વે ઇંગ્લેન્ડમાં યોજાનારા વન-ડેના વર્લ્ડ કપ પહેલાં 5-17 મે દરમિયાન આયર્લેન્ડમાં રમાનારી વન-ડે ટ્રાયેન્ગ્યુલર ટુર્નામેન્ટ માટેની ટીમમાં આન્દ્રે રસેલ, ક્રિસ ગેઇલ, શિમરોન હેટમાયર અને અલ્ઝારી જોસેફનો સમાવેશ નથી કર્યો. આ ચારેય પ્લેયરો અત્યારે આઇપીએલમાં રમી રહ્યા છે અને એમાં પણ હેટમાયરને બાદ કરતા બીજા ખેલાડીઓ લગભગ દરેક મેચમાં ચમકી રહ્યા છે.
જોકે, વેસ્ટ ઇન્ડિઝના ડિરેકટર ઑફ ક્રિકેટ જિમ્મી ઍડમ્સે સ્પષ્ટતા કરી હતી કે નઆ કંઈ વર્લ્ડ કપ માટેની ટીમ નથી.
ઘણા પ્લેયરો આઇપીએલમાં રમી રહ્યા હોવાથી ઉપલબ્ધ ન રહેતા અમુક નવા ખેલાડીઓને આયર્લેન્ડની આબોહવાનો અનુભવ કરાવવા લેવામાં આવ્યા છે.ટ્રાન્ગ્યુલર વેસ્ટ ઇન્ડિઝ, આયર્લેન્ડ અને બંગલાદેશ વચ્ચે રમાશે.
કેરેબિયન ટીમ: જેસન હોલ્ડર (કેપ્ટન), જોન કેમ્પબેલ, ડેરેન બ્રાવો, શાઇ હોપ, શેલ્ટન કોટ્રેલ, શેનન ગેબ્રિયલ, કીમાર રોચ, સુનીલ ઍમ્બ્રીસ, રેમન્ડ રાઇફર, ફેબિયન ઍલન, ઍશ્લી, નર્સ, રોસ્ટન ચેઝ, શેન ડાઉરિચ અને જોનાથન કાર્ટર.