વર્લ્ડકપ માટેની ટીમ ઈન્ડિયા કેવી છે ?April 16, 2019

મુંબઇ : ધોની વન-ડેનો ચોથો વર્લ્ડ કપ રમશે, જ્યારે કોહલીનો આ ત્રીજો વિશ્ર્વ કપ બની રહેશે. રોહિત શર્મા, શિખર ધવન, રવીન્દ્ર જાડેજા, મોહંમદ શમી અને ભુવનેશ્ર્વર કુમાર 2015નો વન-ડે વર્લ્ડ કપ રમ્યા હોવાથી તેમનો આ બીજો વિશ્ર્વ કપ બનશે.
ભારત પાસે ખાસ કોણ છે?: (1) વિશ્ર્વના સર્વશ્રેષ્ઠ ત્રણ ખેલાડીઓ ભારતીય વન-ડે ટીમમાં સામેલ છે. (અ) વિરાટ કોહલી, વિશ્ર્વનો નંબર વન બેટ્સમેન (બ) રોહિત શર્મા, વિશ્ર્વનો નંબર ટૂ બેટ્સમેન (ક) જસપ્રીત બુમરાહ, વિશ્ર્વનો નંબર વન બોલર. (2) વન-ડે વિશ્ર્વનો નંબર વન ફાસ્ટ બોલર (બુમરાહ) ભારત પાસે છે. (3) બે બહુ જ સારા ફાસ્ટ બોલરો (બુમરાહ, મોહંમદ શમી) ભારતની ટીમમાં છે. (4) વિશ્ર્વના બે સર્વશ્રેષ્ઠ રિસ્ટ-સ્પિનરો ભારત પાસે છે (કુલદીપ યાદવ અને યુઝવેન્દ્ર ચહલ). (5) વિશ્ર્વનો સૌથી વધુ અનુભવી વિકેટકીપર-બેટ્સમેન (મહેન્દ્રસિંહ ધોની) ભારત પાસે છે.
કયા કમનસીબો ટીમમાં નહીં?: પંત, અંબાતી રાયુડુ, નવદીપ સૈની, એહમદ, ઐયર, શ્રૈયસ ગોપાલ.
ભારત પાસે ટીમમાં કોણ નથી?: (1) મિડલ-ઑર્ડરમાં લેફ્ટ-હેન્ડ બેટ્સમેન (2) લેફ્ટ-આર્મ ફાસ્ટ બોલર (3) મિડલ-ઑર્ડરમાં સ્થાપિત અને અનુભવી બેટ્સમેન.