આ ચૂંટણીમાં એક બાજુ રાષ્ટ્રવાદ, બીજી બાજુ પરિવારવાદ છે : વિજયભાઈ રૂપાણીApril 15, 2019

રાજકીય સ્થિરતા સલામતી અને વિકાસ માટે નરેન્દ્રભાઈ મોદીને પુન: વડાપ્રધાન બનાવીએ: મુખ્યમંત્રી રાજકોટ તા,15
અમૃત પાર્ટી પ્લોટમાં ભારતીય જનતા પાર્ટી આયોજિત પ્રબુધ્ધ નાગરિક સંમેલનમાં મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું હતું કે આ વખતની દેશની લોકસભાની ચૂંટણી અને વિચારોને લઈને ચાલી છે સંક્રાંતિ કાળે આ ચૂંટણી છે ત્યારે રાષ્ટ્રના હિત અને વિકાસ માટે આપણી ફરજ છે કે શ્રી નરેન્દ્ર મોદીને ફરીને દેશના વડાપ્રધાન બનાવી એ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈએ પાંચ વર્ષમાં ગરીબોના ઉત્કર્ષ માટે આયુષ્માન યોજના, જન ધન યોજના, ઉજાલા યોજના જેવી યોજનાઓ નો અમલ કર્યો તો વૃદ્ધો માટે અટલ પેન્શન યોજના સૈનિકો માટે વન રેન્ક વન પેન્શન યોજના અમલમાં મૂકી તો 2022 સુધીમાં દરેક ને ઘર મળે તે માટે પ્રધાનમંત્રી આવાસ યોજના, રોજગારી માટે સ્વરોજગાર યોજના, સ્વચ્છ ભારત યોજના અંતર્ગત શૌચાલયનું નિર્માણ વગેરે યોજનાથી આજે રાષ્ટ્ર તેજ ગતિથી આગળ વધી રહ્યું છે
મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ વધુમાં જણાવ્યું કે શ્રી નરેન્દ્ર ભાઇ મોદીએ ગુજરાતમાં મુખ્યમંત્રીના સમયગાળામાં વિકાસની રાજનીતિ પ્રસ્થાપિત કરી અને સૌનો સાથ સૌનો વિકાસના મંત્રને લઇને ચાલ્યા અને આજે ગુજરાત ભારતમાં રોલ મોડલ તરીકે ઓળખાય છે નરેન્દ્રભાઈ વડાપ્રધાન બન્યા પછી મારે ક્યારેય દિલ્હી જવું પડયું નથી અને નરેન્દ્ર ભાઈ એ ગુજરાતને વિકાસની અનેક ભેટ આપી છે જેમાં રાજકોટને ઇન્ટરનેશનલ એરપોર્ટ, નેશનલ હાઈવે રાજકોટથી અમદાવાદ સુધી સિકસ લાઈન બનાવો વગેરે જેવા કાર્યોથી રાજકોટનો વિકાસ ઝડપી બન્યો છે આજે ગુજરાત દેશમાં અગ્રસ્થાને છે નરેન્દ્ર ભાઈ પાંચ વર્ષમાં ઈમાનદારી અને પ્રમાણિકતાથી કામ કર્યું છે ભ્રષ્ટાચારની બદબુ આવતી બંધ થઈ ગઈ છે અને વચેટીયાઓની દુકાન બંધ કરવામાં ચોકીદાર સફળ રહ્યા છે નરેન્દ્રભાઈ ઈમાનદાર, સશક્ત અને પરિશ્રમી છે તેમના શરીરનું કણ કણ દેશને સમર્પિત છે ત્યારે કોંગ્રેસ પાર્ટી પરિવારવાદ છે અને 70 વર્ષથી એક જ પરિવારના સભ્યો દ્વારા ચાલતી ભ્રષ્ટ પાર્ટી છે હાલના સમયમાં કોંગ્રેસ અને તેના સાથી પક્ષો માત્ર મોદી હટાવવાની જ વાત કરેશે તેમની પાસે દેશના હિત માટે કોઈ યોજના નથી અને ભૂતકાળમાં લોકોને ખોટા વચનો આપી લોકોને ભ્રમિત કરવાનું કામ કર્યું છે જેના કારણે ગરીબ વધુ ગરીબ બન્યો અને અમીર વધુ અમીર એટલા માટે બેકારી વધતી ગઈ આજે ચોરો ની સમાજ ભેગી થઇ છે મમતા બેનરજી પશ્ચિમ બંગાળ ની હાલત ખરાબ કરી તો માયાવતીએ ઉત્તરપ્રદેશમાં હાથી ઉપર કોથળા ભરીને પૈસા ભેગા કર્યા હતા હાલમાં જ મધ્યપ્રદેશની કમલનાથ સરકારે તિજોરી તળિયા ઝાટક કરી નાખી છે આમ કોંગ્રેસ અને તેની મહા મિલાવટમા રાહુલ ગાંધી સહિત બધાને વડાપ્રધાન બનવું છે. જ્યારે રાષ્ટ્રીય સુરક્ષા ની વાત કરીએ તો એર સ્ટ્રાઈક પાકિસ્તાનમાં થાય તો પેટમાં કોંગ્રેસને દુખે છે અને પુરાવા માગીને દેશના સૈનિકોનું મનોબળ તોડવાનું કાર્ય કરે છે તો કોંગ્રેસે આંતકવાદીઓને જુસ્સો વધે તેવું કામ પણ કર્યું છે ત્યારે કોંગ્રેસ એકતા અને અખંડિતતાને બાજુમાં મૂકીને મત મેળવવા નીકળ્યા છે. વડાપ્રધા શ્રી નરેન્દ્ર મોદી કાશ્મીરમાં કડક પગલાં લીધા છે અને આતંકવાદ નું ઘર ગણાતું પાકિસ્તાનને વિશ્વમાં એકલું પાડી દીધુ ભારત જ્યારે વિશ્વને સોફ્ટવેર આપે છે તો પાકિસ્તાન આતંકવાદ આપશે જ્યારે વિશ્વના દેશોએ ભારતને જોવાની નજર બદલી છે આજે અમેરિકા, રશિયા, ફ્રાંસ, અને ઇઝરાયેલ જેવા દેશો સાથે ભારતને સુમેળભર્યા સંબંધો છે ત્યારે વિશ્વમાં ટેકનોલોજી, વ્યાપાર, શિક્ષણ ક્ષેત્રોમાં ભારતે ડંકો વગાડ્યો છે.
આ તકે લોકસભા ઇન્ચાર્જ શ્રી ધનસુખભાઇ ભંડેરી, શહેર ભાજપ અધ્યક્ષ શ્રી કમલેશ મીરાણી, શ્રી નરહરિભાઇ અમીન, ભાજપ મહિલા મોરચાના અધ્યક્ષ શ્રીમતી અંજલીબેન રૂપાણી મેયર શ્રી બીનાબેન આચાર્ય,પૂર્વ ધારાસભ્ય શ્રી ભાનુબેન બાબરીયા, ધારાસભ્યશ્રીઓ શ્રી ગોવિંદભાઇ પટેલ, લાખાભાઈ સાગઠીયા, શ્રી અરવિંદભાઈ રૈયાણી, શ્રી ભીખાભાઇ વસોયા,શહેર
ભાજપ અધ્યક્ષ શ્રી વિરેન્દ્રસિંહ
ઝાલા શ્રી ગુણવંતભાઈ ડેલાવાળા, શૈક્ષણિક, સામાજિક, તબીબી
ક્ષેત્રના અગ્રણીઓ, વિવિધ
સ્વૈચ્છિક સંસ્થાઓના અગ્રણીઓ, ધારાશાસ્ત્રીઓ તેમજ શહેરના પ્રતિષ્ઠિત વ્યક્તિઓ તેમજ મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના આગેવાનો તેમજ વિશાળ સંખ્યામાં રાજકોટ શહેરના ભાઈઓ બહેનો ઉપસ્થિત
રહ્યા હતા.