મંદિરમાં થરૂર પડી જતાં લોહી લૂહાણApril 15, 2019

   કેરણના મંદિરમાં દર્શનાર્થે ગયા ત્યારની ઘટના:
6 ટાંકા આવ્યા
તિરુવંતપુરમ તા,15
પૂર્વ કેન્દ્રીય મંત્રી અને કોંગ્રેસના સાંસદ શશિ થરૂર આજે એક મંદિરમાં દર્શન માટે ગયા હતાં. અહીં પૂજા દરમિયાન તેઓ પડી ગયા હતાં. તે દરમિયાન તેમને ઈજા પહોંચી હતી અને 6 જેટલા ટાંકા આવ્યા હતાં.
શશી થરૂરને માથાના ભાગે ઈજા પહોંચી હતી. આ ઘટના બાદ મંદિરમાં અફરાતફરી મચી ગઈ હતી. થરૂરને તત્કાળ સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. જ્યાં તેમની પ્રાથમિક સારવાર કરવામાં આવી હતી.
કોંગ્રેસે શશિ થરૂરને ફરી એકવાર તિરૂવનંતપુરમ બેઠક પરથી લોકસભાની ચૂંટણીમાં મેદાને ઉતાર્યા છે. ચૂંટણી પ્રચાર માટે તેઓ કેરળના એક મંદિરમાં તુલાભરમ પૂજા કરવા પહોંચ્યા હતાં. તુલાભરમ એક એવી પૂજા છે જે કેરળના ગણ્યાગાંઠ્યા મંદિરોમાં જ કરવામાં આવે છે. આ પૂજામાં પોતાના વજન જેટલો જ ભાર ચડાવવામાં આવે છે. દેવી-દેવતાને જે કંઈ પણ અર્પણ કરવાનું હોય, તેને પહેલા પોતાના વજન બરાબર તોલવામાં આવે છે. જ્યાં પણ આ પૂજા થાય છે ત્યાં મોટા મોટા મશીનો લાગેલા હોય છે.
આ દરમિયાન શશિ થરૂર મંદિરમાં જ પડી ગયાં હતાં. જેમાં તેઓ લોહી લૂહાણ થઈ ગયાં હતાં. તેમને માથાના ભાગે ઈજા પહોંચી હતી. સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતાં. જ્યાં તેમને 6 જેટલા ટાંકા આવ્યા હતાં. જોકે તબિબોના
જણાવ્યા પ્રમાણે થરૂર ખતરાથી બહાર છે.
શશિ થરૂર પર આ વખતે તિરૂવનંતપુરમથી કોંગ્રેસના લોકસભા ઉમેદવાર છે. આ સીટથી બે વાર કોંગ્રેસના સાંસદ રહી ચુકેલા થરૂરનો મુકાબલો ભાજપના નેઆ અને મિઝોરમના પૂર્વ રાજ્યપાલ કુમ્મનેમ રાજશેખરન અને સીપીઆઈ ધારાસભ્ય અને રાજ્યના પૂર્વ મંત્રી સી. દિવાકરન સામે છે.