પબુભા માણેકની સુપ્રીમમાં અપીલ, હાઇકોર્ટનો હુકમ રદ કરવા માગણીApril 15, 2019

 ચાર કાઉન્સેલર સહિત વકીલોની ફોજ ઉતારી, 22મીએ સુનાવણી
રાજકોટ તા. 15
દ્વારકાના ભાજપના ધારાસભ્ય પબુભા માણેકનું ધારા સભ્યપદ હાઇકોર્ટે રદ કર્યા બાદ આજે પબુભાએ હાઇકોર્ટના નિર્ણયનો સુપ્રિમકોર્ટમાં પડકાર્યો છે અને હાઇકોર્ટનો હુકમ રદ કરવા દાદા માંગતા સુપ્રિમકોર્ટે આગામી તા. 22મીએ વિશેષ સુનાવણી રાખી છે.
ધારાસભ્યપદ માટે પબુભા માણેકે સુપ્રિમકોર્ટમાં જંગ માંડયો છે. અને ચાર સિનિયર મોસ્ટ કાઉન્સેલર્સ સહિત વકીલોની ફોજ રોકી લીધી છે. આજે સવારે ઉઘડતી કોર્ટ જ ચીફ જસ્ટીસ શ્રી રંજન ગોગોઇ સમક્ષ પબુભા માણેકના વકીલોએ હાઇકોર્ટના હુકમને પડકારતી અપીલ રજુ કરી હતી. આ સમયે સુપ્રિમકોર્ટના ટોચના કાઉન્સેલરો રણજીત કુમાર, સત્યપાલ જૈન, મણીદર્શી, સ્વરૂપા ચકવર્તી સાથે વકીલોની ફોજ કોર્ટમાં હાજર રહી હતી.
સુપ્રિમકોર્ટ પબુુભાની આ અરજી દાખલ કરી વધુ સુનાવણી આગામી તા. 22મીએ મુકરર કરી છે.આ પુર્વે દ્વારકામાં પબુભા સામે પરાજીત કોંગ્રેસના ઉમેદવાર મેરામણ ગોરીયાએ સુપ્રિમકોર્ટમાં કેવીએટ પણ દાખલ કરી હતી.
દ્વારકાના ધારાસભાની ચુંટણી સમયે ભાજપના ઉમેદવાર પબુભા માણેકે ઉમેદવારી પત્રધક ભરવામા ટેકનીકલ ભુલ કરી હોવા છતા ફોર્મ માન્ય રાખવામાં આવતા કોંગ્રેસના ઉમેદવાર મેરામણ ગોરીયાએ પબુભા માણેકની જીતને હાઇકોર્ટમાં પડકારી હતી અને હાઇકોર્ટ પબુભાનુ ફોર્મ રદ ગણાવી ધારાસભ્યપદ રદ
કર્યું હતુું.