મવડી ઓવરબ્રિજનું અંતે ડબલ લોકાર્પણ !April 15, 2019

 કામ પૂર્ણ થતાં મ્યુ. કમિશનરે વાહનચાલકો માટે ઓવરબ્રિજ ખુલ્લો મુકયો
 કોંગ્રેસે નાની બાળા
પાસે રીબિન કપાવી ઓવરબ્રિજનું
ઉદ્દઘાટન કરી નાખ્યુું
રાજકોટ, તા.15
બહુ પ્રતિક્ષા કરાવ્યા બાદ આજથી અંતે મવડી ઓવરબ્રિજ જનતા માટે ખુલ્લો મુકી દેવાયો છે. ટ્રાફીકથી ધમધમતા 150 ફુટ રીંગરોડ પર બે ઓવરબ્રિજનાં એકીસાથે ખાતમુહૂર્ત થયા છતાં રૈયા ઓવરબ્રિજ વહેલો શરૂ થઇ ગયો હતો પરંતુ વખતોવખતની બેદરકારીનાં કારણે મવડી ઓવરબ્રિજ પુરો કરવામાં વાર લાગી હતી. હવે આજે બે-બે લોકાર્પણ થયા હતા. કોર્પોરેશને જનતા લોકાર્પણ કર્યુ હતું તો કોંગ્રેસે પોતાની રીતે લોકાર્પણ કરી
નાખ્યું હતું.
આ અંગે બ્રિજનાં કોન્ટ્રાકટરને બે-બે વખત પેનલ્ટી પણ ફટકારવામાં આવી હતી. માટે જ મ્યુ. કમિશ્નરે 10મી એપ્રિલ સુધીમાં બ્રિજ પૂર્ણ કરવા કોન્ટ્રાકટરને તાકીદ કરી હતી તેથી દિવસ-રાત યુધ્ધના ધોરણે કામગીરી હાથ ધરાતા અંતે આજથી બ્રિજ શરૂ કરવો સંભવ બન્યો હતો. કલરકામ અને પિલર પર ચિત્રોનું કામ પણ પુર્ણ થઇ ગયા બાદ આજરોજ આચારસંહિતાના કારણે લોકાર્પણ કાર્યક્રમ વગર જ જનતા લોકાર્પણ થતા બ્રિજ પર વાહનો દોડવા
લાગ્યા હતા.
બીજી તરફ કોંગ્રેસનાં નગરસેવકો વિજય વાંક, જયાબેન ડાંગર ઉપરાંત સંજય અજુડીયા, કનકસિંહ જાડેજા, જગદીશ સખિયા, કપીલ વાજા વગેરેએ નાની બાળાના હસ્તે રીબીન કપાવી મવડી ઓવરબ્રિજનું ઉદ્દઘાટન કરી નાખ્યું હતું. મુખ્યમંત્રીએ તાકીદે બ્રિજ ખુલ્લો મૂકવા લાગણી વ્યકત કરેલ
મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા 150 ફૂટ રીંગ રોડ મવડી જંકશન પર
રૂા. 31.90 કરોડના ખર્ચે નિર્માણ પામેલ ફલાઇ ઓવરબ્રિજની કામગીરી પુર્ણ થયેલ હોઇ, લોકોની સુખાકારી માટે ખુલ્લો મુકી આપવા લાગણી વ્યકત કરેલ જેના અનુસંધાને આજ તા. 15/04/2019વના રોજ લોકો દ્વારા ફલાઇ ઓવરબ્રિજ શરૂ થતા ટ્રાફિકની સમસ્યા ખુબ જ હળવી બનશે. આ ફલાઇ ઓવરબ્રિજની લંબાઇ 5.9 મીટર ને કુલ 04 (2+2) લેઇનમાં ઓવરબ્રિજ બનાવવામાં આવેલ છે પ્રત્યેક લેઇનની પહોંળાઇ 8.40 રનીંગ મીટરની છે. આ બ્રિજમાં 28 આર.સી.સી.પીઅર, 84 ગર્ડર છે. આ ફલાઇ ઓવર બનવાથી દૈનિક અંદાજે 1.25 લાખ વાહનોને ઉપયોગી થશે.