સોશિયલ મીડિયા પર ધૂમ મચાવતી ભાજપ ઉમેદવારની ઓડિયો ક્લિપ...April 15, 2019

  રાજકોટ તા.15
લોકસભા ચૂંટણીનો પ્રચાર જંગમાં મતદારોને આકર્ષવા માટે રાજકીય પક્ષો દ્વારા નીત નવા અખતરા કરવામાં આવે છે રાજકોટના સાંસદ મોહનભાઈ કુંડારીયા એ મત માટે મોરબીના જિલ્લા પંચાયતના કોંગ્રેસ સભ્ય ને ધમકી આપતો ઓડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા ચકચાર મચી ગઇ છે.
રાજકોટ લોકસભા બેઠક જીતવા માટે ભાજપ દ્વારા તનતોડ મહેનત કરવામાં આવે છે ગઈકાલે કેબિનેટ મંત્રી કુવરજીભાઈ બાવળીયા અને પૂર્વ ધારાસભ્ય ડોક્ટર ભરત બોઘરાએ જસદણના કનેસરામા મહિલાઓને ધમકી આપી હતી આ ઘટનાની શાહી હજી સુકાઈ નથી ત્યાં મોહનભાઈ કુંડારીયા મત માટે કોંગ્રેસના સભ્યો ધમકી આપી છે
મોહનભાઈ કુંડારિયાએ નાનુભાઈ ડોડીયા અને સ્પષ્ટ ધમકી આપતા જણાવ્યું હતું કે કોઠારીયા અને નેકનામ વચ્ચે રોડ-રસ્તા સહિતના કામ કરવામાં આવ્યા છે આ વખતે ચૂંટણીમાં તમારા ગામમાં થી 70 થી 75 ટકા મત મળવા જોઈએ નહીતર મંડળી-બંડળી બધુંય વહી જાહે.
તમારા ઘણા બધા કામો કર્યા છે ચૂંટણીમાં મત આપવો પડશે ધમકીની ભાષામાં વાત કરતા કોંગ્રેસના સભ્ય પણ ઉશ્કેરાઈ ગયા હતા અને કહ્યું હતું કે હું અત્યારે જ સહકારી મંડળીમાંથી રાજીનામું આપી દઉં છું બાકી ધમકી ન આપતા, આ ગામ મારું છે.
જિલ્લા પંચાયતના સભ્ય નાનજી ભાઈ ડોડિયાના જણાવ્યું, હું રાત્રે કોઠારિયા મારા ઘરે વાળુ કરીને બેઠો હતો ત્યારે મને મોહન ભાઈ કુંડારિયાનો ફોન આવ્યો હતો કે મારા માટે 70-75 ટકા મતદાન કરાવજો નહીં કરાવો તો તમારી મંડળી બંધ કરી દઈશ, હું મડળીનો પ્રમુખ છું, 30 વર્ષથી મંડળી ચલાવું છું અને જિલ્લા પંચાયતનો સભ્ય છું તમારા તરફી મતદાન કેવી રીતે કરીશ.
હું મારા સમાજ, મતદારો અને પાર્ટીના આગેવાનોને પૂછીશ કે શું કરવું? અને ત્યારબાદ ફરિયાદ કરવાનું વિચારીશ.