અમરેલી-ભાવનગરમાં રાહુલ ગાંધી, કોડીનારમાં અમિત શાહApril 15, 2019

સૌરાષ્ટ્રમાં ભાજપ-કોંગ્રેસનાં સ્ટાર પ્રચારકોનો ઝંઝાવાતી પ્રચાર રાજકોટ તા.15
લોકસભા ચુંટણીમાં ત્રીજા તબક્કાના મતદાનમાં સૌરાષ્ટ્ર-કચ્છની આઠ સહિત 26 બેઠકની ચુંટણીમાં હવે એકાદ સપ્તાહ બાકી છે ત્યારે પ્રચારયુદ્ધ ચરમસીમાએ પહોંચી ગયો છે. ભાજપ-કોંગ્રેસના સ્ટાર પ્રચારકોના આજથી ચાર દિવસ સુધી સૌરાષ્ટ્ર-ગુજરાતમાં ધામા નાખનાર છે.
કોંગ્રેસના અઘ્યક્ષ રાહુલ ગાંધી, મહામંત્રી પ્રિયંકા ગાંધી આજે અમરેલી-ભાવનગરને ઘમરોળનાર છે જયારે ભાજપના અઘ્યક્ષ અમિતશાહ મુખ્યમંત્રી કોડીનાર, વિસાવદર પંથકમાં ચુંટણી પ્રચાર માટે રેલી જાહેરસભા કરનાર છે બુધવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુરેન્દ્રનગર અને 18 મીએ અમરેલીમાં જાહેરસભા કરનાર હોય, ભાજપ કોંગ્રેસના કાર્યકરો તડામાર તૈયારીઓ માં લાગી ગયા છે.
સુરેન્દ્રનગર લોકસભા બેઠકમાં નવોદિત ચહેરાને ભાજપે તક આપતા બેઠક જીતવા માટે ભાજપના કાર્યકરો પ્રચારનો જંગ શરૂ કર્યો છે પરંતુ કોંગ્રેસનું પલડુ ભારે હોય ચુંટણી પ્રચારમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ઉતરવું પડયું છે
તા.17 મીએ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી સુરેન્દ્રનગર ખાતે જાહેર સભાને સંબોધશે.
વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી બુધવારે સુરેન્દ્રનગર ચુંટણી સભાની તડામાર તૈયારીઓ થઇ રહી છે. આ વખતે સુરેન્દ્રનગરના સાંસદ દેવજી ફતેપરાને કાપી નાંખતા કોળી સમાજમાં રોષ ફેલાયો છે દેવજી ફતેપરાને બદલે ડો.મુંજપરાને ટિકીટ આપવામાં આવી છે આમ અંદરોઅંદરની લડાઇને કારણે સુરેન્દ્રનગર બેઠક ભાજપ માટે જોખમી બની જતા વડાપ્રધાન નરેન્દ્રમોદીને મેદાનમાં ઉતારવામાં આવયા છે.
મહુવા
ભાવનગર જીલ્લામાં સાસરણા ગામે કોંગ્રેસ અઘ્યક્ષ રાહુલ ગાંધીની જાહેરસભા તા.15 ને સોમવારે યોજાશે. ભાવનગર અને અમરેલીનાં કોંગ્રેસમાં ઉમેદવારના સમર્થનમાં રાહુલ ગાંધીની જંગી જાહેરસભા મહુવા તાલુકાનાં આસરાણા ચોકડી પાસે, આવતીકાલ સોમવારે બપોરે બે વાગે યોજાશે. આ જાહેરસભામાં પ્રદેશના આગેવાનો ઉપસ્થિત રહેશે.
કોડીનાર
ભાજપના રાષ્ટ્રીય અઘ્યક્ષ અમીત શાહ તા.15 ને સોમવારે કોડીનાર ખાતે જાહેર સભા સંબોધવા આવતા હોય ભાજપના હોદેદારો તૈયારીઓમાં લાગી ગયા છે અમીત શાહ તા.15/4 ના સોમવારે સવારે 10 કલાકે કોડીનાર આવી પહોંચ્યા બાદ રાજમોતી પેટ્રોલપંપ અંબુજા ફાટકથી બાઇક રેલી દ્વારા તેમને સવારે 11 કલાકે સભા સ્થળ છારા ઝાપા ખાતે.
મુખ્યમંત્રીની સભા
મુખ્યમંત્રી રૂપાણી સોમવારે વિસાવદર અને કેશોદમાં સભા સંબોધશે
જુનાગઢ તા. 14 જુનાગઢ લોકસભાની પ્રતિષ્ઠા ભરી સીટ માટે ભાજપ કોંગ્રેસ દ્વારા એડિચોટીનું જોર લગાવવામાં આવી રહ્યું છે ત્યારે આ વિસ્તારના મતદારોને રીઝવવા અને મનાવવા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જૂનાગઢ પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે ત્યારે આવતીકાલે 10:30 કલાકે વિસાવદર અને બપોરના 4 વાગ્યે કેશોદ ખાતે જાહેર સભાને સંબોધશે.