JEE-2નાં આજે જાહેર થશે રેન્કApril 15, 2019

રાજકોટ તા,15
નેશનલ ટેસ્ટીંગ એજન્સી દ્વારા જેઈઈ-મેઈન સેક્ધડ 12મી એપ્રિલે પુરી થઇ હતી. તેના બે દિવસ પછી આજે આન્સર કી અપલોડ કરી દેવામાં આવી છે. એનટીએ દ્વારા બંને પરીક્ષાના રેન્ક આજે 15મીના રોજ જાહેર કરાશે તેવી જાહેરાત કરાઈ છે. આન્સર કી 16મી સુધીમાં ચેલેન્જ કરી શકાશે.
જેઈઈ-મેઈન પ્રથમ જાન્યુઆરી માસમાં લેવાઈ હતી. વિદ્યાર્થી સ્કોર સુધારી શકે તે માટે બીજી પરીક્ષા 12મી એપ્રિલના રોજ લેવાઈ હતી. ગુજરાતમા:થી બીજી પરીક્ષામાં પાંચેક હજાર વિદ્યાર્થીઓ જોડાયા હતા. એનટીએ દ્વારા હજુ સુધી વિદ્યાર્થીઓને રેન્ક આપવામાં આવ્યા નથી. બંને પરીક્ષા અથવા એક પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓને આજે રેન્ક આપવામાં આવશે. તેના આધારે ટોપ-2, 2,45,000 વિદ્યાર્થીઓ આઈઆઈટીમાં જવા માટેની જેઈઈ-એડવાન્સ માટે પસંદ થશે.
એનટીએ દ્વારા ગુજરાત દિવમાં માત્ર 8 વિદ્યાર્થી માટે સેન્ટર ફાળવ્યું હતું. સવારની શિફ્ટમાં 5 અને બપોરના શિફ્ટમાં 3 વિદ્યાર્થી હતા તેમાંય 2 વિદ્યાર્થી ગેરહાજર રહેતા છ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. તેમ છતાં એજન્સી દ્વારા પુરી ટીમ ફાળવાઈ હતી. વિદ્યાર્થીઓને અંગ્રેજી, હિન્દી અને ગુજરાતી માધ્યમ પસંદ કરવાની છૂટ અપાઈ હતી. અન્ય રાજયોમાં સ્થાનિક ભાષા પસંદ કરવાની છૂટ અપાઈ હતી. ચાલુ વર્ષે બે વાર લેવાયેલી જેઈઈ પરીક્ષામાં હવે જે પરીક્ષાનો સ્કોર સારો હશે તે માન્ય રાખવામાં આવશે. ગુજરાતના પણ હજારો વિદ્યાર્થીઓએ બંને પરીક્ષા આપી છે. તેવામાં હવે નેશનલ ટેસ્ટીંગ એજન્સી દ્વારા રેન્ક જાહેર કરાય એના પર મીટ માંડીને બેઠા છે.