હવે દેશભરની મેડિકલ કોલેજમાં ‘કોમન કોર્સ’April 15, 2019

2025 સુધીમાં પીજી મેડિકલની બેઠકો વધારીને એક લાખ કરાશે રાજકોટ તા,15
હાલ દેશની મેડિકલ કોલેજોમાં પીજીની બેઠકો તેમજ ડીએનબીની બેઠકો ઉપરાંત સુપર સ્પેશ્યાલિટીની બેઠકો ખૂબ જ ઓછી છે ત્યારે આગામી 2025 સુધીમાં દેશમાં પીજી મેડિકલની બેઠકો વધારીને 1 લાખ સુધી કરવાનું એમસીઆઈનું આયોજન છે.
ઉપરાંત સમગ્રદેશની મેડિકલ કોલેજોમાં એક જ રીતે મેડિકલનો અભ્યાસક્રમ ભણાવવાની પણ વિચારણા છે.અભ્યાસક્રમ પેટર્ન તેમજ બેઠકો સહિતના વિવિધ મુદ્દે એમસીઆઈની બેઠક રાજ્યના આરોગ્ય વિભાગ સાથે મળી હતી.
દેશમાં વિવિધ રાજ્યોમાં મેડિકલની બેઠકો વધારવા માટે એમસીઆઈ દ્વારા વિવિધ રાજ્યોના આરોગ્ય વિભાગ સાથે બેઠક યોજવામા આવી રહી છે .જે અંતર્ગત એમસીઆઈના બોર્ડ ઓફ ગવર્નિંગના ચેરમેન તેમજ અન્ય અધિકારીઓની રાજ્યના આરોગ્ય વિભાગ સાથે બેઠક મળી હતી. ગુજરાત સરકારના આરોગ્ય વિભાગ દ્વારા યોજાયેલા આ સેમિનારમાં રાજ્યની તમામ સરકારી મેડિકલ કોલેજોના ડીન, યુનિ.ઓના કુલપતિઓ તથા યુનિ.ઓની મેડિકલ ફેકલ્ટીના ડીન તથા આરોગ્ય વિભાગના અગ્ર સચિવ ઉપરાંત નીતિ આયોગના સભ્ય તથા બોર્ડ ઓફ ગવર્નિંગના ચેરમેન પણ ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં આગામી 20205 સુધીમાં દેશમાં પીજી મેડિકલની બેઠકો કઈ રીતે વધારવી તથા ખાસ કરીને ડીએનબી અને એમડી-મેડિસિન ઉપરાંત સુપર સ્પેશ્યાલિટીની બેઠકો કઈ રીતે વધારવી તે અંગે ચર્ચા કરવામા
આવી હતી. ગુજરાતમાં ડિસ્ટ્રિકટ હોસ્પિટલોમાં એમબીબીએસ
પછીના ડીએનબી અભ્યાસક્રમની બેઠકો શરૃ કરવી અને ડીએનબી
બેઠકો વધારવી પીજી મેડિકલની
બેઠકો 1 લાખ સુધી પહોંચાડવી તે
રીતેનું આયોજન હાથ ધરવામા આવશે.
હાલ દેશમાં ડીએનબીની 7800 જેટલી જ બેઠકો છે ત્યારે ડીએનબી માટે મેડિકલ કોલેજની જરૃર નથી હોતી અને આ બેઠકોની તમામ રાજ્યમાં વધારવી તથા યુજીની બેઠકો હાલ 75 હજાર જેટલી છે ત્યારે પીજીની હાલની જે 35000 જેટલી જ બેઠકો છે તેને પાંચથી છ વર્ષમા વધારીને યુજી જેટલી પહોંચાડવાની વિચારણા છે.જે અંતર્ગત યુજી-પીજીનો રેશિયો વધારાશે.
આ ઉપરાંત આ સેમિનારમાં ગુજરાત સહિત સમગ્રદેશમાં એમબીબીએ-પીજીમાં એક સમનાર રીતે અભ્યાસક્રમ ભણાવાય અને એક જ પેટર્નથી વિદ્યાર્થીઓને શીખવાડવામા આવે તે અંગે પણ વિચારણા કરવામા આવી હતી.હાલ તમામ યુનિ.ઓની કોલેજોમાં જુદી જુદી રીતે કોર્ષ ભણાવાય છે અને જુદી જુદી રીતે જુદા જુદા સમયે પરીક્ષા લેવાય છે ત્યારે રાજ્ય સરકારે નવા વર્ષથી તમામ યુનિ.સંલગ્ન તમામ મેડિકલ કોલેજોમાં એક સમાન રીતે તમામ વિષયો ભણાવાય અને એક સમયે ઈન્ટરનલ પરીક્ષાઓ સાથે ફાઈનલ પરીક્ષાઓ તથા પ્રેક્ટિકલ લેવાય તે રીતનું આયોજન કરવા વિચારણા હાથ ધરી છે.