ગુજરાતના ખેડૂતો સામે US કંપની કોર્ટમાં!

  • ગુજરાતના ખેડૂતો સામે US કંપની કોર્ટમાં!

 કોમર્શિયલ કોર્ટે ‘આવા’ બટેટા ઉગાડવા-વેચવા પર આપ્યો 26 એપ્રિલ સુધીનો ‘સ્ટે’
અમદાવાદ: અમેરિકાની દિગ્ગજ કંપની પેપ્સિ-કોએ ગુજરાતના ત્રણ ખેડૂતો સામે ફરિયાદ નોંધાવી દાવો કર્યો છે કે તેઓ ગેરકાયદે તેવા બટાકાનું ઉત્પાદન અને વેચાણ કરી રહ્યા છે જે કંપની દ્વારા રજિસ્ટર કરાયેલા છે. પેપ્સિ-કોએ દાવો કર્યો છે કે તેની બ્રાન્ડ ચિપ્સ બનાવવા માટે આવા બટાકાનું ઉત્પાદન કરવાનો એકમાત્ર હક તેમની પાસે છે. દેશના પ્લાન્ટ વેરાયટી રજિસ્ટ્રીમાં બટાકાની વિવિધતા વિશે કંપનીના રજિસ્ટ્રેશનને જોતાં, કોમર્શિયલ કોર્ટે ગયા અઠવાડિયે છબીલભાઈ પટેલ. વિનોદ પટેલ અને હરિભાઈ પટેલ નામના ત્રણ ખેડૂતોને બટાકા ઉગાડવા અને તેને વેચવા પર 26 એપ્રિલ સુધી રોક લગાવી દીધી હતી. કોર્ટે કંપનીના હકોના ઉલ્લંઘન કરવા બદલ ત્રણેય ખેડૂતો પાસેથી જવાબ પણ માગ્યો છે. કંપનીના કહેવા પર કોમર્શિયલ કોર્ટના જજ મૂળચંદ ત્યાગીએ આ મામલાની તપાસ કરવા અને રિપોર્ટ તૈયાર કરવા માટે વકીલ પારસ સુખવાણીને નિયુક્ત કર્યા છે. પેપ્સિ-કોએ કોર્ટને જણાવ્યું કે તે એફએલ 2007થી રજિસ્ટર થયેલા બટાકાનો ઉપયોગ કરે છે, જે તેના બ્રાન્ડના ચીપ્સના ઉત્પાદન માટે એફએલ867 અને ઠશતભવશાની વેરાયટી છે. કંપનીને એફએલ2027ના અન્ડર પ્રોટેક્શન ઓફ પ્લાન્ટ વેરાયટી એન્ડ ફાર્મર્સ રાઈટ્સ એક્ટ 2001
હેઠળ રજિસ્ટર્ડ કરવામાં આવી છે.ભારતમાં આ વેરાયટી પહેલીવાર 2009માં વ્યવસાયિક ઉપયોગમાં લેવાઈ હતી અને ટ્રેડમાર્ક એફસી 5 હેઠળ તેનું વેચાણ કરવામાં આવે છે. તેણે આવા બટાકાનું ઉત્પાદન કરવા માટે પંજાબના કેટલાક ખેડૂતોને લાયસન્સ પણ આપ્યા છે. લાયસન્સ વગર આ બટાકાનું ઉત્પાદન કરીને ગુજરાતના ત્રણેય ખેડૂતો કાયદાનું ઉલ્લંઘન કરી રહ્યા હતો કંપનીએ વધુમાં જણાવ્યું કે ખેડૂતોએ બટાકાના ઉત્પાદન કરી રહ્યા હોવાની જાણ તેમને જાન્યુઆરીમાં થઈ હતી. જે બાદ તેના સેમ્પલ લેવાયા હતા અને તેને ઈન હાઉસ લેબોરેટરી, ઈંઈઅછ તેમજ શિમલામાં આવેલા સેન્ટ્રલ પોટેટો રીસર્ચ ઈન્સ્ટિટ્યૂટમાં ડીએનએ ટેસ્ટ માટે મોકલાયા હતા. જેના રિપોર્ટમાં સામે આવ્યું કે ખેડૂતો કંપનીએ રજિસ્ટર્ડ કરાવેલા બટાકાનું ઉત્પાદન કરી રહ્યા હતા. આ રિપોર્ટને કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યો હતો. કંપનીએ રિપોર્ટ રજૂ કરતાં કોર્ટે કહ્યું કે,‘આ સ્તર પર એવું સ્પષ્ટ થાય છે કે આ સમગ્ર મામલો ફરિયાદ કરનારના પક્ષમાં છે.’આ ઉપરાંત કોર્ટે કહ્યું કે જો ખેડૂતોને આ બટાકાનું ઉત્પાદન કરવા પર અને વેચવા પર રોકવામાં નહીં આવે તો કંપનીને મોટું નુકસાન થશે અને સાથે જ તેને અન્યાય થશે.કોર્ટે સૂચિ તૈયાર કરવા, નમૂના લેવા તેમજ શિમલા ખાતે પોટેટો રિસર્ચ સેન્ટરમાં વિશ્લેષણ માટે બટાકાને મોકલવા કોર્ટ કમિશનરની નિમણૂક કરી છે. કોર્ટે કહ્યું કે જો કમિશનરની નિમણૂક કરવામાં નહીં આવી હોત તો, ત્રણેય ખેડૂતો તેમની પાસે રહેલા સ્ટોકનો નાશ કરી શકે છે. કોર્ટે પોલીસ અધિકારીઓને કોર્ટ કમિશરને સુરક્ષા પાડવા માટે પણ આદેશ આપ્યો છે, જે સમગ્ર કાર્યવાહીની વીડિયોગ્રાફી અને ફોટોગ્રાફી કરશે પાડવા માટે પણ આદેશ આપ્યો છે, જે સમગ્ર કાર્યવાહીની વીડિયોગ્રાફી અને ફોટોગ્રાફી કરશે. પૂરી પાડવા માટે પણ આદેશ આપ્યો છે, જે સમગ્ર કાર્યવાહીની વીડિયોગ્રાફી અને ફોટોગ્રાફી કરશે.