રામપુરમાં દ્રોપદીનું વસ્ત્રાહરણ: સુષ્મા સ્વરાજApril 15, 2019

ભીષ્મની જેમ મૌન
કેમ છે મુલાયમ : સુષ્માજીની ટ્વિટ-વોર
નવી દિલ્હી, તા.15
લોકસભા ચૂંટણી પ્રચારમાં રાજનીતિક જંગ તેઝ થઈ ગયો છે. સમાજવાદી પાર્ટીના દિગ્ગજ અને રામપુરના ઉમેદવાર આઝમ ખાનના નિવેદનથી વિવાદનો મધપુડો છંછેડાયો છે. પહેલા મહિલા આયોગે આઝમ ખાન પાસે તેના વિવાદિત નિવેદન પર જવાબ માંગ્યો હતો. હવે વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે આ મામલે આઝમ ખાનને બરાબરનો ઘેર્યો છે. સુષ્માએ ટ્વીટ કરીને કહ્યુ કે રામપુરમાં દ્રૌપદીનું ચીર હરણ થઈ રહ્યુ છે, મુલાયમ સિંહે મૌન ધારણ કરવાની ભુલ ન કરવી જોઈએ.
સુષ્મા સ્વરાજે સોમવારે ટ્વીટ કરી કહ્યુ કે મુલાયમ ભાઈ, તમે સમાજવાદી પાર્ટીના પિતામહ છો. તમારી સામે રામપુરમાં દ્રૌપદીનું વસ્ત્રાહરણ થઈ રહ્યુ છે, તમે ભીષ્મની જેમ મૌન ધારણ કેમ કર્યુ છે? સુષ્માએ પોતાની ટ્વીટમાં સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવ, તેમની પત્ની ડિમ્પલ અને જયા બચ્ચનને પણ ટેગ કર્યા છે.