ટેલિવૂડ સ્ટાર માહિકા રાહુલ ગાંધીના પ્રેમમાંApril 15, 2019

નવી દિલ્હી તા.15 : પોતાના વિવાદીત નિવેદનો માટે પ્રખ્યાત ટીવી અભિનેત્રી માહિકા શર્માએ એક વખત ફરીથી ચોંકાવનારી વાત કહી છે. જોકે, માહિકા શર્માએ એક પોસ્ટ દ્વારા કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી માટે પ્રેમ વ્યક્ત કર્યો છે. માહિકાનું કહેવું છે કે તે રાહુલ ગાંધીના પ્રેમમાં છે. માહિકાની પોસ્ટના કારણે સોશિયલ મીડિયા પર હંગામો મચી જવા પામ્યો છે.
માહિકાએ રાહુલ ગાંધીની એક તસવીર શેર કરતા કેપ્શન લખ્યું - હું તેની સાથે પ્રેમમાં એટલા માટે છું કે કારણકે લોકોના ચહેરા પર સ્માઇલ લાવે છે અને ક્યારેક ક્યારેક ક્રેઝી વાતો પણ કરે છે. એક રાજામાં પણ આ પ્રકારના ગુણ હોય છે. પ્રત્યેક ચહેરા પર મુસ્કાન એક રાજાની જવાબદારી હોય છે. તે પહેલા પણ એક પોસ્ટમાં માહિકાએ લખ્યું હતું કે, તે ચૈત્ર નવરાત્રિમાં મા દુર્ગાને ખુશ કરવા માટે વ્રત રાખી રહી છે. જેનાથી તે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને લોકસભા ચૂંટણીમાં જીત અપાવી શકે છે. માહિકાએ કહ્યું હતું કે તે નવ દિવસ
ઉપવાસ રાખશે.