આઝમ ખાન સામે મેજિસ્ટ્રેટે નોંધ્યો કેસApril 15, 2019


લખનૌ : સમાજવાદી પાર્ટીના દિગ્ગજ અને રામપુરના ઉમેદવાર આજમખાનના નિવેદન પર વિવાદ વધતો જાય છે. બીજેપી નેતા જય પ્રદાને લઇને તેમના દ્વારા કરવામાં આવેલી અમર્યાદિત ટિપ્પણી પરહવે કેસ દાખલ થઇ ગયો છે. આજમના નિવેદનને ધ્યાનમાં લેતા વિસ્તારના મેજિસ્ટ્રેટે તેમના વિરુદ્ધ ફરિયાદ નોંધી છે. આજમ ખાનના નિવેદનની ચારેબાજુ નિંદા થઇ રહી છીએ. ‘લોકસભાની ચૂંટણી પ્રચાર દરમિયાન વારપલટવાર નિવેદનો સામે આવવા મોટી વાત નથી. તેના પહેલા પણ ઘણા નેતાઓના નિવેદનો ચર્ચાનો વિષય બની ચૂક્યા છે. પરંતુ આજમ ખાને તમામ હદોને પાર કરીને જય પ્રદા 
વિરુદ્ધ નિવેદન આપ્યું છે, જે તેમની મુશ્કેલીઓ વધારી શકે છે. આ કેસ સિવાય રાષ્ટ્રીય મહિલા આયોગે પણ આજમ ખાનને નોટિસ મોકલી છે. રાષ્ટ્રીય મહિલા આયોગે ચૂંટણી પંચને ચિઠ્ઠી લખીને તેમના પર કાર્યવાહી કરવાની અપીલ કરશે. મહિલા આયોગની પ્રમુખ રેખા શર્માએ અખિલેશ યાદવે આ મુદ્દે મૌન સેવ્યું છે, તેના ઉપર પણ સવાલ ઉભા કર્યા છે.