ગુજરાતમાં 5 વર્ષમાં 705 વ્યંઢળ વધ્યા!April 15, 2019


રાજકોટ, તા.15
ભારતીય ચૂંટણીપંચે 2009ની લોકસભાની ચૂંટણી પહેલાં નવું સીમાંકન કર્યું હતું સાથે નવા મતદારોની નોંધણીમાં પહેલીવાર પુરુષ, સ્ત્રી એમ બે કેટેગરીની સાથે ત્રીજી કેટેગરી એટલે કે થર્ડ જેન્ડરની નોંધણી શરૂ કરી હતી. આ પહેલાં મતદાર યાદીમાં થર્ડ જેન્ડરની નોંધણી થતી નહોતી.
હવે થર્ડ જેન્ડર પણ સામેથી નોંધણી કરાવવા આવી રહ્યા છે.
ગુજરાત લોકસભા બેઠકની 26 બેઠક પર થર્ડ જેન્ડર મતદારોની સંખ્યામાં 2014ની સરખામણીમાં 2019માં 705 થર્ડ જેન્ડર મતદારો વધ્યા છે. જેમાં લોકસભાની કચ્છ (એસ.સી.) બેઠક પર 2014માં એક પણ થર્ડ જેન્ડર મતદાર નહોતો તેની જગ્યાએ 2019માં 12 મતદાર ત્રીજી કેટેગરીના નોંધાયા હતા. તેવી જ રીતે બનાસકાંઠા, પાટણ, અમરેલી અને વલસાડ (એસ.ટી.) બેઠક પર એક પણ થર્ડ જેન્ડર મતદાર 2014માં નહોતા જેની સામે 2019માં બનાસકાંઠા 4, પાટણ 21, અમરેલી 21 અને વલસાડ (એસ.ટી.) 14 મતદાર ત્રીજી કેટેગરીના એટલે કે થર્ડ જેન્ડરના નોંધાયા હતા. મહેસાણા બેઠક પર 2014માં 23ની સામે 2019માં 36 મતદાર થર્ડ જેન્ડરના નોંધાયા હતા. તેવી જ રીતે 2014માં સાબરકાંઠામાં એક મતદારની સામે 2019માં 53 મતદારો ત્રીજી કેટેગરીના નોંધાયા હતા. ગાંધીનગરમાં 2014માં 18ની સામે 2019માં 47 મતદારો થર્ડ જેન્ડરના નોંધાયા હતા. અમદાવાદ પૂર્વ અને અમદાવાદ પશ્ર્ચિમ (એસ.સી.) બેઠક પર 2014માં અનુક્રમે 10 અને 5 મતદારોની સામે 2019માં 67 અને 25 મતદારો થર્ડ જેન્ડરના નોંધાયા હતા. તેવી જ રીતે 2014માં સુરેન્દ્રનગરમાં બેની સામે 33, રાજકોટમાં 8ની સામે 18, પોરબંદરમાં 7ની સામે 12, જામનગરમાં 12ની સામે 24, જૂનાગઢમાં 2ની સામે 16, ભાવનગરમાં 24ની સામે 35, ખેડામાં 17ની સામે 72, પંચમહાલમાં 3ની સામે 15, દાહોદ (એસ.ટી.) 4ની સામે 16, વડોદરા 26ની સામે 133, છોટા ઉદેપુર (એસ.ટી.) 2ની સામે 11, ભરૂચમાં 28ની સામે 41, બારડોલી (એસ.ટી.) 10ની સામે 20, સુરત 27ની સામે 59 અને નવસારીમાં 52ની સામે 77 થર્ડ જેન્ડર મતદારો 2019માં નોંધાયા હતા. આમ 2014ની સરખામણીમાં 2019માં 705 થર્ડ જેન્ડર મતદારોનો વધારો થયો હતો.