પ્રવાસી ભારતીય મંત્રાલયની સ્થાપનાનો રાહુલનો કોલApril 15, 2019

 સત્તા પર આવીશું તો નવા મંત્રાલયની ભેટ માસ્ટર સ્ટ્રોક સમાન હશે
નવીદિલ્હી તા,15
દેશમાં લોકસભાની ચૂંટણીનો જોશ ચરમ સીમાએ પહોંચ્યો છે. ત્યારે કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ એક મોટી જાહેરાત કરી છે. રાહુલ ગાંધીએ કહ્યું કે જો કોંગ્રેસ સત્તામાં આવશે, તો પ્રવાસી ભારતીય મંત્રાલયની સ્થાપના કરવામાં આવશે. ત્યારે તેમણે વધુમાં જણાવ્યું કે કોંગ્રેસ માને છે કે જે ભારતીય કોઈપણ દેશમાં રહેતા હોય અથવા કોઈપણ દેશમાં કામ કરતા હોય તે હંમેશાં ભારતનો અભિન્ન અંગ બનીને રહેશે.
જ્યારે રાહુલ ગાંધીએ ફેસબુક પોસ્ટમાં લખ્યું હતું કે કોંગ્રેસ માને છે કે ભારતીય કોઈપણ દેશમાં રહે કે કામ કરતાં હોય તે હંમેશાં ભારતનો અભિન્ન અંગ બનીને રહેશે. જે બાબતે કોંગ્રેસ પ્રવાસી ભારતીય મંત્રાલયની સ્થાપના કરશે. જે પ્રવાસી ભારતીયોને લગતી બાબતો પર કામ કરશે. જેમાં તેમની સલામતી, સામાજિક સુરક્ષા, આરોગ્ય લાભો અને સલામત વળતર જેવા કાર્ય અંગે કામ કરશે જ્યારે અમે
જે પણ બિન-નિવાસી ભારતીયોને ભારતમાં રોકાણ કરવાની ઈચ્છા હોય તેના એક બારી સ્થાપિત કરીશુ અને રોકાણ પ્રક્રિયા સરળ બનાવાનો પ્રયત્ન કરીશું.
ઉલ્લેખનીય છે કે ભારત સરકાર 9 જાન્યુઆરીએ પ્રવાસી ભારતીય દિવસ તરીકે ઉજવણી કરે છે. આ દિવસે મહાત્મા ગાંધી દક્ષિણ આફ્રિકાથી સ્વદેશ પરત ફર્યા હતા. તેની શરૂઆત 2003 માં કરવામાં આવી હતી. ભાજપના સાંસદ અને જાણીતા લેખક લક્ષ્મી સિંઘવીએ તેનો વિચાર આપ્યો હતો. જેમાં પ્રવાસી ભારતીય દિવસ પર સરકાર ત્રણ દિવસની કોન્ફરન્સનું આયોજન કરે છે.