કોમેડિયનની ટ્રેજેડી : સ્ટેજ પર મોત, લોકો મજાક સમજ્યા!April 15, 2019

નવી દિલ્હી, તા.15
બ્રિટિશ કોમેડિયન ઈયાન કોગ્નિટો શો પરફોર્મ કરતા કરતા જ મોતને ભેટ્યા હતા. તેમનું અસલી નામ પોલ બર્બરી હતી. 11 એપ્રિલ 2019ના રોજ પરફોર્મ કરી રહ્યા હતા ત્યારે સ્ટેજ પર જ હાર્ટ એટેકને કારણે તેમનું મોત થઇ ગયું હતું.
લોન વુલ્ફ કોમેડી ક્લબના માલિક એન્ડ્રયુ બર્ડે જણાવ્યું કે દર્શકોને એવું લાગ્યું કે કોગ્નિટો મજાક કરી રહ્યા છે એટલે તે તેને સ્ટેજ પર ફસડાઈ પડતા જોઇને પણ હસી રહ્યા હતા. તેમને ખબર પણ નહતી કે ઈયાન તકલીફમાં છે. ઈયાન ફોરફોર્મન્સ દરમિયાન સ્ટૂલ પર બેસી ગયા અને જોરજોરથી શ્ર્વાસ લેવા માંડ્યા. ત્યાર પછી તે કશુંય બોલ્યા વિના પાંચ મિનિટ બેસી રહ્યા. ઓડિયન્સ તેમનું વર્તન જોઇ હસતી હતી. જયારે અમે સ્ટેજ પર જોઇને તેમણે સ્પર્શ થયો તો એમને થયું કે તે કંઇક ચોકાંવનાર કરશે પણ અમે ખોટા હતા. એમ્બ્યુલન્સ આવી ત્યાં સુધી કોગ્નિટો દુનિયા છોડી જતા રહ્યા હતા. એન્ડ્રયુ બર્ડે જણાવ્યું કે શો પહેલા તેમની તબિયત સારી નહતી. છતાંય તેમણે સ્ટેજ પર જવાની ઈચ્છા જાહેર કરી હતી. મને લાગ્યું કે શો ઘણો સારો જશે પણ ત્યારે જ આવું થઇ ગયું. બર્ડે જણાવ્યું કે કોગ્નિટોએ સ્ટેજ પર જ પોતાના સ્વાસ્થ્યને લઇને જોક મારતા કહ્યું હતું કે માની લો હું તમારી સામે જ મરી જાઉ તો? તેમને શું ખબર તેમની વાત સાચી પડી જશે.