સખત ટેસડા કરો તો 25 લાખનો પગાર!April 15, 2019

રોજ નવી નવી જગ્યાઓ પર ફરવું, લાખોમાં પગાર, ઘરની સાથે સ્વાસ્થ્યની સુવિધાઓ મળવી અને ટ્રાવેલિંગનો સંપૂર્ણ ખર્ચ પણ મળવો. જો તમે પણ આવી મજેદાર નોકરી શોધતા હો તો 26 વર્ષીય અબજોપતિ મેથ્યૂ લેપર નો સંપર્ક કરો. મેથ્યૂએ ‘વર્લ્ડસ કુલેસ્ટ જોબ’ નામથી એક નોકરી બહાર પાડી છે. ઓસ્ટ્રેલિયાના ઇ-કોમર્સ અબજપતિ મેથ્યૂ લેપરની 4 ઓનલાઇન કંપનીઓ છે એન તેને પર્સનલ આસિસ્ટન્ટની જરૂર છે. જે તેને ટીમને સાંભળનામાં મદદ કરે. આ કામ માટે મેથ્યૂ 52 હજાર ડોલર એટલે કે આશરે 25.75 લાખ રૂપિયા સેલરી આપવા તૈયાર છે. લાખોની સેલરી સાથે પર્સનલ આસિસ્ટન્ટને સ્વાસ્થ્યની સુવિધાઓ, ટ્રાવેલિંગનો ખર્ચ અને રહેવા માટે ઘર પણ મળશે. મેથ્યૂ લેપરે આ જોબની જાહેરાત કર્યા બાદ અત્યાર સુધીમાં તેને 40 હજારથી વધુ લોકોની અરજીઓ મળી છે. ખાસ વાત એ છે કે, અરજી કરનારાઓમાં 75 ટકા 23 થી 37 વર્ષની ઉંમર ધરાવતી મહિલાઓ છે. મેથ્યુએ ડેલીમેલને આપેલા ઇન્ટરવ્યુમાં જણાવ્યું, "ઉમેદવારને કમ્પ્યુટર સારી રીતે ચલાવતા આવડવું જોઇએ. સોશિયલ મીડિયામાં એકસપર્ટ હોવા જોઇએ. વ્યવસ્થિત હોય, કામ શીખવાની ધગશ હોય અને મહત્વાકાંક્ષી હોય. એપ્લિક્ધટને ખબર હોવી જોઇએ કે હું શું કામ કરું છું. આ માટે તેઓ મારી યુટયુબ ચેનલ જોઇ શકે છે.