વેલ ‘એડવાન્સ’ ક્રિકેટ-સ્ટાર્સ: પહેલા બન્યા પિતા પછી બન્યા પતિ !April 15, 2019

આજે અમે તમને એવા પાંચ ક્રિકેટર્સ વિશે જણાવવા જઇ રહ્યાં છીએ જે ક્રિકેટર્સનાં લગ્ન પણ થયાં ન હતાં અને તેઓ પિતા બની ગયાં હતાં.
વિવિયન રિચર્ડસ : વેસ્ટઇન્ડીઝના મહાન બેટ્સમેન સર વિવિયન રિચર્ડસને કોઇ ઓળખની જરૂર નથી. 1980ના દશકમાં તેઓ ભારતના પ્રવાસ દરમિયાન એક્ટ્રેસ નીના ગુપ્તાના સંપર્કમાં આવ્યા. તેઓ ઘણાં સમય સુધી રિલેશનશીપમાં રહ્યાં અને 1989માં તેમના ઘરે દિકરી મસાબાનો જન્મ થયો.
ક્રિસ ગેલ : વેસ્ટઇન્ડીઝના વિસ્ફોટક બેટ્સમેન ક્રિસ ગેલ પણ લગ્ન કર્યા વિના જ લગ્ન પહેલાં બાપ બની ગયાં હતાં. વર્ષ 2017ના આઇપીએલ દરમિયાન તેની ગર્લફ્રેન્ડ નતાશા બેરિજે દિકરીને જન્મ આપ્યો હતો. જણાવી દઇએ કે ગેલ અને નતાશાએ હજુ સુધી લગ્ન કર્યા નથી.
ડેવિડ વોર્નર : વોર્નર અને તેની પત્ની કેન્ડીસની મોટી દિકરી ઇવી છે. ઇવીનો જન્મ 11 સપ્ટેમ્બર 2014ના રોજ થયો હતો. તે સમયે બંને પતિ-પત્ની ન હતાં. વર્લ્ડ કપ 2015 બાદ 4 એપ્રિલે વોર્નરે કેન્ડિસ સાથે લગ્ન કર્યા હતાં.
એડમ ગિલક્રિસ્ટ : પૂર્વ ઓસ્ટ્રેલિયન ક્રિકેટર એડમ ગિલક્રિસ્ટે સ્કૂલ ટાઇમ ગર્લફ્રેન્ડ મેલિંડા સાથે લગ્ન કર્યા હતા. જો કે લગ્ન પહેલાં જ ગિલક્રિસ્ટની ગર્લફ્રેન્ડે દિકરા હેરિસનને જન્મ આપ્યો હતો.
વિનોદ કાંબલી : પૂર્વ ભારતીય ક્રિકેટર વિનોદ કાંબલી પણ લગ્ન પહેલાં જ પિતા બની ગયાં હતા. કાંબલીએ પહેલી પત્નીને છૂટાછેડા આપી દીધાં હતા. આ દરમિયાન તેનું અફેર એક ફેશન મોડેલ આંદ્રેયા હેવિટ સાથે હતું. રિપોર્ટ્સ અનુસાર આંદ્રેયા સાથેના રિલેશન દરમિયાન જ તે પિતા બની ગયા હતા.