શાહરૂખની સાથેના સ્ટારની લોકોએ અજાણતા ઉડાડી ઠેકડીApril 15, 2019

કોલકતા : ઇન્ડિયન પ્રીમિયર લીગની 12મી સીઝનમાં કોલકાતા નાઇટ રાઇડર્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે મંગળવારનાં એમ.એ. ચિદમ્બરમ સ્ટેડિયમમાં મેચ રમાઈ ગઇ. આ મેચ જોવા બોલીવુડ સુપર સ્ટાર શાહરૂખ ખાન પહોંચ્યો હતો. સોશિયલ મીડિયા પર વાયરલ તસવીરમાં કિંગ ખાન સાથે બેસીને જે વ્યક્તિ મેચ માણી રહ્યો છે, જેની ત્વચાનાં રંગને લઇને ટ્વિટર યૂઝર્સ તેની મજાક ઉડાવી રહ્યા છે. સ્ડેડિયમનાં વીઆઇપી સ્ટેન્ડમાં શાહરૂખની બાજુની સીટમાં બેઠેલા આ વ્યક્તિનું નામ એટલી કુમાર છે. તે કોઇ સામાન્ય માણસ નહીં, પરંતુ તમિલ ફિલ્મ ઇન્ડસ્ટ્રીનો જાણીતો ચહેરો છે.
તમિલનાડુનાં મદુરાઈમાં જન્મેલા એટલીનું પુરુ નામ અરૂણ કુમાર છે. તે તમિલ ફિલ્મોમાં ડાયરેક્ટર અને સ્ક્રીનપ્લે રાઇટરની ભૂમિકા નિભાવે છે. એટલી કુમારે વર્ષ 2013માં રાજા-રાની ફિલ્મથી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડેબ્યૂ કર્યું હતુ. તેની આ ફિલ્મે સાઉથ ઇન્ડિયન બોક્સ ઑફિસ પર 4 અઠવાડિયાની અંદર 500 મિલિયનથી વધારેની કમાણી કરી હતી, ત્યારબાદ તેને બેસ્ટ ડેબ્યૂ ડાયરેક્ટર માટે વિજય એવોર્ડ પણ આપવામાં આવ્યો હતો.
વીઆઈપી ગેલેરીમાં એટલી સાથે પત્ની કૃષ્ણા પ્રિયા પણ મેચ જોઇ રહી હતી. 2014માં એટલી અને કૃષ્ણા પ્રિયાએ લાંબા સમય સુધી ચાલેલા અફેર બાદ લગ્ન કર્યા હતા. ટીવી એક્ટ્રેસ કૃષ્ણા ટીવી સીરિયલ્સ અને ફિલ્મોમાં જોવા મળી ચુકી છે. સોશિયલ મીડિયા પર એટલી કુમારનાં રંગને લઇને ટિપ્પણીઓ કરવામાં આવી, તો એટલીનાં ફેન્સે ટ્રોલર્સને શાનદાર જવાબ આપ્યા હતા. એટલીને લઇને એક યૂઝરે લખ્યું કે, હાં, તે કાળો છે. શું તમને એ પણ ખબર છે કે પ્રાચીન ભારતમાં લોકોની ત્વચાનો રંગ કેવો હતો? આમ પણ કોઇ આ મેચને ટીવી પર જોઇ રહ્યું છે અથવા ટિકિટથી સ્ટેડિયમમાં, જ્યારે એટલી વીઆઇપી એરિયામાં શાહરૂખ ખાન સાથે બેસીને મેચ જોઇ રહ્યો છે, જે તેણે પોતાની પ્રતિભાથી મેળવ્યું છે.