મેદાનમાં જ ગર્લફ્રેન્ડને પ્રપોઝ: ‘સચિન’ સેલ્ફ આઉટ?April 15, 2019

મુંબઇ : ઇન્ડિયન પ્રીમિયર લીગથી ઘણા ખેલાડીઓને ઓળખ મળી છે. તો કેટલાક ખેલાડીઓનું કેરિયર શરૂ થતા જ પૂર્ણ થઇ ગયું છે. એક આવો જ સ્ટાર ખેલાડી જેણે ઇન્ડિયન ટી-20 લીગમાં બેંગલોરની ટીમ તરફથી ડેબ્યૂ કર્યું હતુ અને ગાયબ થઇ ગયો. વાત થઇ રહી છે 30 વર્ષનાં બેટ્સમેન સચિન બેબીની જે પોતાની ગર્લફ્રેન્ડને પ્રપોઝ કરવાને લઇને ચર્ચામાં આવ્યો હતો. આઇપીએલની મેચ દરમિયાન જ સચિને મેદાનની વચ્ચે પોતાની ગર્લફ્રેન્ડને પ્રપોઝ કર્યું હતુ.
તે વખતે સચિનનો આ વિડીયો ઘણો જ વાયરલ થયો હતો. જો કે આ ઘટના બાદથી જ સચિનનું ક્રિકેટ કેરિયર ડગમગાયું. વર્ષ 2016માં જ સચિન બેબીએ પોતાની ગર્લફ્રેન્ડ એના ચાંડીને મેદાન પર જ પ્રપોઝ કર્યું હતુ. તે સમયે સચિન બેંગલોર તરફથી રમી રહ્યો હતો. વિડીયોમાં એના ચાંડી સચિનને બોલિંગ કરતી જોવા મળી હતી અને સચિન તેની બોલિંગ પર ક્લિનબોલ્ડ થઇ ગયો હતો. ત્યારબાદ સચિન પોતાના ઘૂંટણ પર બેસીને પોતાની ગર્લફ્રેન્ડ એના ચાંડીને પ્રપોઝ કરે છે. આ વિડીયોમાં સચિને પોતાના લગ્નની તારીખ પણ શેર કરી હતી.
કેરલની ટીમ તરફથી રમતા સચિને ફર્સ્ટક્લાસ ક્રિકેટમાં 64 મેચોમાં 32ની સરેરાશથી 2921 રન બનાવ્યા છે. સચિને ટી-20 લીગમાં ફક્ત 18 મેચ રમી છે જેમાં તેણે 17.12ની સરેરાશથી 137 રન બનાવ્યા છે. સચિને વર્ષ 2013માં ઇન્ડિયન ટી-20 લીગમાં ડેબ્યૂ કર્યું હતુ અને પછી 2017માં છેલ્લીવાર ટી-20 લીગમાં રમ્યો હતો. ત્યારબાદ કોઇપણ ટીમે તેને પોતાની ટીમમાં સામેલ નથી કર્યો. સચિન રાજસ્થાન, બેંગલોર અને હૈદરાબાદની ટીમ તરફથી રમ્યો છે.