જિલ્લા યુવક કોંગ્રેસ પ્રમુખ અને NSUI પ્રમુખ પણ ભાજપમાં જોડાયાApril 13, 2019

રાજકોટ તા,13
લોકસભા ચૂંટણીના મતદાન આડે હવે માત્ર ગણ્યાગાઠ્યા દિવસો બાકી છે. મતદારોને આકર્ષવા માટે પ્રચારયુધ્ધ ચરમસીમાએ પહોંચ્યું છે ત્યારે રાજકોટ જિલ્લામાંથી રામરામ કર્યા છે. આવતીકાલે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની હાજરીમાં સતાવાર ભાજપમાં પ્રવેશ કરશે.
લોકસભા ચૂંટણીના મતદાન પહેલા જ કોંગ્રેસને ફટકો પડ્યો છે રાજકોટ જિલ્લા યુવક કોંગ્રેસના પ્રમુખ અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સેનેટ સભ્ય ભરતસિંહ પ્રમુખ જયકિશનસિંહ ઝાલાએ કોંગ્રેસને અલવિદા કરી દિધી છે.
કોંગ્રેસમાં ઘણા સમયથી જુથવાદ ચાલી રહ્યો છે તેનાથી કંટાળી રાજકોટ જિલ્લાના બે યુવા કાર્યકરોએ કોંગ્રેસમાંથી રાજીનામા આપી દિધા છે. તેની સાથે શહેર - જિલ્લાના 50થી 60 જેટલા ટેકેદારો પણ ભાજપમાં જોડાનાર છે.
સેનેટ સભ્ય ભરતસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે પરિવારવાદના કારણે કોંગ્રેસનું સંગઠન તુટી રહ્યું છે. લોકસભાની ચૂંટણી ટાણે જ પાયાના કાર્યકરપક્ષ છોડી રહ્યા છે. જેનું પરિણામ આગામી લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસને મળશે. આવતિકાલે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી રાજકોટના અમૃતસાગર પાર્ટી પ્લોટમાં સાંજે 6:30 કલાકે પ્રબુધ્ધ નાગરિક મિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. આ સમારોહ દરમિયાન કોંગ્રેસના હોદ્દેદારો ભાજપને ખેસ પહેરી વિધીવત પ્રવેશ કરશે.