‘ભુજ’ની રણચંડિકાઓ પર બની રહી છે ફિલ્મApril 13, 2019

મુંબઈ તા.13
વર્ષ 2020માં 14મી ઓટષ્ટે રીલીઝ થનારી ડિરેક્ટર અભિષેક દૂધૈયાની ફિલ્મમાં અજય આઈએએફ વિંગ કમાન્ડર વિજય કાર્ણિકના પાત્રમાં જોવા મળશે. જે 1971ના ભારત-પાક. યુધ્ધ સમયે ભુજ એરપોર્ટના ઈન્ચાર્જ હતા. કાર્ણિક અને તેમની ટીમની મહિલાઓની મદદથી ભુજમાં નષ્ટ થયેલી એરસ્ટ્રિપ ફરીથી બનાવાઈ હતી. તેને ભારતની ‘પર્લ હાર્બર મોમેન્ટ’ કહેવામાં આવે છે. આ એરસ્ટ્રીપને પાકિસ્તાને બોમ્બ ફેંકીને નષ્ટ કરી નાખી હતી.
કાર્ણિકે નિકટમાં સ્થિત ગામની 300 મહિલાઓને કામ કરવા માટે રાજી કરી હતી અને તે મહિલાઓએ ફરીથી એરસ્ટ્રીપ બનાવી દીધી, જેનાથી ભારતીય આર્મીના ઓફિસર્સ સુરક્ષિત લેન્ડ કરી શકે. કાર્ણિકે બે અન્ય ઓફિસર્સ, 50 એરફોર્સ સૈનિક અને 60 ડિફેન્સ સિક્યોરીટી કોર્પ્સ સાથે આ કામ કર્યું હતું.સાઉથ એક્ટર પ્રનીતા સુભાષ અજય દેવગણની આગામી ફિલ્મ ભૂજ : ધ પ્રાઈડ ઓફ ઈન્ડીયા ફિલ્મનો ભાગ હશે. પ્રનીતાએ ઘણી સફળ તેલુગૂ ફિલ્મોમાં કામ કર્યું છે. જણાવી દઇએ કે પ્રનીતા હાલમાં જ આયુષ્માન ખુરાના સામે એક મ્યુઝિક વીડીયો ચન કિત્થામાં જોવા મળી હતી. ભુજમાં પ્રનીતા અને અજય દેવગણ ઉપરાંત સંજય દત્ત, સોનાક્ષી સિન્હા, રાણા દુગ્ગબુત્તી, પરિણીતી ચોપરા જેવા મોટા સ્ટાર્સ જોવા મળશે.