સત્તાધીશોને SMS કરતી સ્માર્ટ ડસ્ટબિનApril 13, 2019

ચાંદખેડા તા.13
ચાંદખેડાની વિશ્ર્વકર્મા સરકારી એન્જીનીયરીંગ કોલેજના વિદ્યાર્થીઓએ એવી કચરાપેટી બનાવી છે કે જે ભરાવા આવશે તો આપોઆપ કોર્પોેશનને એસએમએસ કરી જાણ કરશે. આ મેસેજ મળતા જ કોર્પોરેશન કચરાનો નિકાલ લાવી દેશે. આનાથી સમય અને ઈંધણ બંનેનો બચાવ થશે. વળી કચરા પેટી ખોલીને ખાલી રહેલા શહેરીજનો પણ કચરાપેટીમાં કચરો નાંખવા પ્રેરાશે. વિશ્ર્વકર્મા કોલેજના અણિથ શુકલા, સૂયપ્રકાશ સિંહ અને ક્રિષ્ણા મોરેએ એક સ્માર્ટ ડસ્ટબિન બનાવી છે. તેમણે એવી સર્કિટ બનાવી છે જે કચરાનો ડબ્બો 80 ટકા ભરાના જ કોર્પોરેશનને ડબ્બો ભરાઈ ગયાનો મેસેજ કરશે. તેમણે એવું સેન્સર બનાવ્યું છે જેનાથી ડબ્બો કેટલો ભરાયો છે તે ખબર પડી જશે અને કોર્પોરેશન ભરેલા ડબ્બાનો ઝડપથી નિકાલ લાવી શકશે. આનાથી શહેર સ્વચ્છતાની દિશામાં એક ડગલું આગળ જશે. આ પ્રોજેક્ટમાં જીએસએમ મોડ્યુલનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ સર્કિટ બેટરી પર ચાલશે.
અમિત શુક્લાએ આ પ્રોજેકટ વિશે વાત કરતા કહ્યું અમે એન્જિનિરાયરીંગમાં સામાજીક મુદાઓને ટેકનોલોજીથી સૂલઝાવવાનો પ્રયત્ન કરીએ છીએ. આ પ્રોજેક્ટ પાછળ પણ અમારો આજ હેતુ છે. સૂર્યપ્રકાશસિંહ રજપુતે જણાવ્યું કે આ પ્રોજેક્ટથી શહેરની સ્વચ્છતા વધશે અને મચ્છર તથા બીજા જીવાણુઓના ત્રાસથી રાહત મળશે. પ્લાસ્ટીક ખાવાને લીધે જે પ્રાણીઓના મોત થાય છે તેમાં પણ ઘટાડો કરી શકાશે. વળી કચરામાં જીએસએમ હોવાથી ડબ્બાનું લોકેશન બદલાશે તો પણ ખબર પડી જશે. આ સ્માર્ટ ડસ્ટબિનની કિંમત 2000 રૂપિયા જેટલી છે.