ઝિમ્બાબ્વેમાં ‘જજ’ માટે 1 કરોડની હેર-વીગ!અજApril 13, 2019

  • ઝિમ્બાબ્વેમાં ‘જજ’ માટે  1 કરોડની હેર-વીગ!અજ

ઝિમ્બાબ્વે : ઝિમ્બાબ્વે આર્થિક રીતે કંગાળ છે તે સૌ કોઈ જાણે છે.હાલમાં જ સરકારે દેશની અદાલતોના 64 જજ માટે લંડનથી 1.55 લાખ ડોલર એટલે કે 1 કરોડ રૂપિયાની હેર વિગ મગાવી છે. હેર વિગ પર તગડી રકમ ખર્ચ કરવાને લીધે દેશવાસીઓ ગુસ્સે ભરાયા છે. વકીલોએ પણ આ પરંપરાને અંગેજોના જમાનાની ગણાવી છે અને ગુલામીની માનસિકતામાંથી બહાર આવવા માટે કહ્યું છે.
વર્લ્ડ ફૂડ પ્રોગ્રામના રિપોર્ટ પ્રમાણે દેશની અર્થવ્યવસ્થાની હાલત ઘણી ખરાબ છે. આશરે 63% લોકો ગરીબી રેખાની નીચે રહેવા માટે મજબૂર છે. આ ઉપરાંત કોર્ટની કાર્યવાહી પણ ખૂબ ધીમી છે.
ભૂખમરા સામે ઝઝૂમી રહેલા દેશ માટે વિગની આ કિંમત એ ઘણી વધારે કહેવાય. આંતરરાષ્ટ્રીય આયોગના આફ્રિકન નિર્દેશક અર્નલ્ડ સુંગાએ કહ્યું કે ઝિમ્બાબ્વેમાં આટલા ખર્ચ અને વિવાદો હોવા છતાં વિગની પરંપરા કાયમ છે, પરંતુ ન્યાયક્ષેત્રમાં કોઈ બદલાવ જોવા નથી મળતો. બીજી તરફ દેશના વરિષ્ઠ પત્રકાર હોપવેલ ચિન્હોનોએ કહ્યું કે સરકાર આ સમયે દેશના લોકોને બેન્ડેજ અને મેડિકલ સેવા આપવાને બદલે નકામા ખર્ચોમાં તિજોરી ખાલી કરી રહી છે.