સંતાનોવાળી બન્ને પત્ની સાથે લગ્ન કરશે યુવક!April 13, 2019

પાલઘર જિલ્લાના સુતારપાડા ગામે એક જ માંડવે બબ્બે ‘ક્ધયાદાન’!
તલાસરી તા,13
પાલઘર જિલ્લાના તલાસરી તાલુકાના વસા સુતારપાડા ગામમાં રહેનાર સંજય ધાડગા નામનો યુવકે એક માંડવામાં બે વધૂ સાથે લગ્ન કરનાર છે. 22 એપ્રિલે આ અનોખાં લગ્ન થવાનાં છે. લગ્નની આમંત્રણપત્રિકા મળ્યા પછી સુતારપાડા ગામના દરેક ઘરમાં સંજય ધાડગાનાં લગ્નની જ વાતો ચાલી રહી છે. સંજયના ઘરે હાલ લગ્નની તૈયારી ચાલી રહી છે.
રિક્ષાચાલક સંજય 10 વર્ષ અગાઉ બેબી નામની એક છોકરીના પ્રેમમાં પડયો, પછી તેઓ સાથે રહી સંસાર ચલાવવા લાગ્યાં. એ પછી થોડા વર્ષ બાદ રીના નામની છોકરી તેના જીવનમાં આવી અને સંજય, બેબી અને રીના ત્રણે જણ લગ્ન કર્યાં વગર એક જ ઘરમાં રહેવા લાગી. હાલ બેબીને એક છોકરો અને એક છોકરી છે, તો રીનાને એક છોકરી છે.
પાલઘરમાં આદિવાસી વસતિમાં આર્થિક પરિસ્થિતિને કારણે અનેક યુગલો લગ્ન કર્યાં વગર સાથે રહે છે. અનેક યુગલો મોટી ઉંમરે લગ્ન કરે છે, તો કેટલાક બાળકો થઈ ગયાં પછી લગ્ન કરે છે. સંજય 8-10 વર્ષ પહેલાં લગ્ન ન કરી શક્યો એટલે હવે લગ્ન કરવાનો નિર્ણય તેણે કર્યો છે.