આજે આઇપીએલમાં થશે રસેલ-રબાડાની ટક્કરApril 12, 2019

  • આજે આઇપીએલમાં થશે  રસેલ-રબાડાની ટક્કર
  • આજે આઇપીએલમાં થશે  રસેલ-રબાડાની ટક્કર

કોલકતા તા.12
કોલકતા નાઈટ રાઈડર્સ (કે. કે. આર.) અને દિલ્હી કેપિટલ્સ (ડી. સી.)ની ટીમો વચ્ચે આઈ. પી. એલ. (ઈન્ડિયન પ્રીમિયર લીગ)માં શુક્રવારે અહીં રમાનારી વળતી મેચમાં કેગિસો રબાડાના યોર્કરભરી બોલિંગ સામે ફટકાબાજ બેટ્સમેન આન્દ્રે રસેલની આતશબાજી નિહાળવાનો ક્રિકેટ દર્શકોને લહાવો મળશે. રમત ઉપરાંત, કોલકતાની ટીમ અને ભારતના ભૂતપૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલી પર પણ બધાની નજર હશે કે તે મેચ દરમિયાન કઈ બેઠક લેનાર છે. ગાંગુલી હાલ દિલ્હીની ટીમનો સલાહકાર હોવાથી તે તેના ઘરઆંગણે ઈડન ગાર્ડન્સના મેદાનમાં નમહેમાનથ તરીકે હશે. ગાંગુલીની આ ભૂમિકા માટે તેની સામે હેતુના ટકરાવનો આક્ષેપ કરાયો છે. તેણે ગઈ કાલે સ્પષ્ટ કર્યું હતું કે તે કોલકતા સામેની મેચ દરમિયાન સ્ટેડિયમમાં ડગઆઉટમાં બેસશે.