મલાઈકા પાસે લગ્ન કરવા ટાઈમ નથી, બોલો!April 13, 2019

મુંબઈ તા,12
અર્જુન કપૂર અને મલાયકા અરોરા અન્ય બોલીવૂડ સેલિબ્રિટિઓની માફક પોતાના સંબંધો છુપાવતા નથી. આ યુગલ જાહેર સ્થળોએ તેમજ ઇવેન્ટ દરમિયાન સાથે જોવા મળ્યા છે. તેમજ તસવીરકારોએ તેમની તસવીરો પણ ખેંચી છે. આ પ્રેમી પંખીડા આ મહિનામાં લગ્ન કરવાનું છે તેવી અફવા ચગી હતી. પરંતુ હાલ લગ્ન થાય એવી કોઈ શક્યતા નથી. 19 એપ્રિલે તો ગુડફ્રાઇડેનો તહેવાર છે. આ દિવસે તો લગ્ન થવાની શક્યતા જ નથી. ઉપરાંત તેમણે કામને લગતા જે જવાબદારીઓનું વહન કરવાનું છે તે પૂરી કરવાની છે. જોકે આ પ્રેમીપંખીડાએ કદી મીડિયા સામે પોતાના સંબંધો વિશે વાત કરી નથી. હાલ અર્જુન પોતાની ફિલ્મોના શૂટિંગમાં વ્યસ્ત છે અને મલાયકા પાસે ઘણા વ્યવસાયિક કમિટમેન્ટ છે, તેમ સૂત્રે જણાવ્યુ હતું. અર્જુન કપૂરની પાનીપત, સંદીપ ઔર પિન્કી ફરાર અને ઇન્ડિયાની મોસ્ટ વોન્ટેડ રીલિઝ થવાની છે. જોકે લગ્ન ક્યારે કરવાના છે તે વાત પર અર્જુન-મલાયકા વાત કરવા રાજી નથી. તેમજ તેમના નજીકના લોકો પણ આ બાબતે ચૂપકીદી સેવી રહ્યા છે. જોકે પહેલા એવી વાત હતી કે, મલાયકાપણ તેની બહેન અમૃતાની માફક જ ક્રિશ્ચિયન વિધિથી લગ્ન કરવાની છે. પરંતુ અર્જુનના પિતા બોનીને પંજાબી વિધિથી પુત્ર લગ્ન કરે તેવી ઇચ્છા છે. બોની તો પુત્ર અર્જુનની પસંદથી પહેલાથી જ નારાજ છે. તેણે મલાયકા સાથે સંબંધો ન રાખવાની પુત્રને અનેકવાર વિનંતી કરી હતી. પરંતુ પુત્રે મલાયકા બાબત પિતાની એક વાત માની નથી.