ફિલ્મ પર ‘ફિલ્મી ઢબે’ પ્રતિબંધ બદલ મમતા સરકારને દંડ

  • ફિલ્મ પર ‘ફિલ્મી ઢબે’ પ્રતિબંધ બદલ મમતા સરકારને દંડ

નવી દિલ્હી: ‘ભોબીશિયોટર ભૂત’ નામની ફિલ્મના પ્રદર્શન સ્ક્રીનીંગ પર આડકતરો પ્રતિબંધ મૂકવા બદલ સુપ્રીમ કોર્ટે ગુરુવારે પશ્ર્ચિમ બંગાળ સરકારને વીસ લાખ રૂપિયાનો દંડ કર્યો હતો.
ન્યાયમૂર્તિ ડી. વાય. ચંદ્રચૂડની બેન્ચે જણાવ્યું હતું કે આ દંડની રકમ પ્રોડ્યુસર્સ અને સિનેમા હોલના માલિકોને તેમના વાણી સ્વાતંત્ર્યના અને અભિવ્યક્તિ સ્વાતંત્ર્યના ભંગ બદલ વળતર તરીકે આપવામાં આવશે. ફિલ્મના પ્રોડ્યુસર દ્વારા કોર્ટમાં અરજી કરવામાં આવી હતી કે રાજ્ય સરકારના આદેશાનુસાર મોટા ભાગના થિયેટરમાંથી આ ફિલ્મને ઉતારી લેવામાં આવી હતી. 15 માર્ચના રોજ સર્વોચ્ચ અદાલતે આ ફિલ્મના સ્ક્રીનિંગમાં કોઇ અંકુશ કે અવરોધ લાદવામાં ના આવે એની ખાતરી કરવા મમતા બેનર્જી સરકારને આદેશ આપ્યો હતો. પ. બંગાળ પોલીસની સ્પેશિયલ બ્રાન્ચ દ્વારા આ ફિલ્મના પ્રોડ્યુસરને જણાવવામાં આવ્યું હતું કે આ ફિલ્મની કથાવસ્તુ લોકોની ભાવનાને નુક્સાન પહોંચાડી શકે છે, જેને કારણે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ બગડી શકે છે.