મતદાન મથકે ‘નમો ફૂડ્સ’નું વિતરણ છતાં ‘પંચ’ની ક્લિનચીટApril 12, 2019

નવી દિલ્હી, તા.12
દિલ્હી નજીક ગૌતમબુદ્ધ નગર બેઠક પર મતદાન દરમિયાન નમો ફૂડ પેકેટના વેચાણનો મામલો સામે આવ્યો છે. ઉત્તરપ્રદેશના નોઇડામાં મતદાન દરમિયાન નમો ફૂડ પેકેટનું વેચાણ કરવાના સમાચાર સોશિયલ મીડિયા પર જબરદસ્ત રીતે વાયરલ થઈ રહ્યા છે.
મીડિયા રિપોર્ટ મુજબ નોઇડા 15એના જે પોલિંગ બૂથથી ગૌતમબુદ્ધ નગર બેઠકથી બીજેપી ઉમેદવાર મહેશ શર્માએ વોટ કર્યો, આ મતદાન મથકથી પોલીસની ગાડીથી પોલિંગ અધિકારીઓએ નમો ફૂડનું વેચાણ કર્યું. બી-65, સેક્ટર નોઇડાથી આવેલ આ પેકેટ્સને ડીએમે આચાર સહિંતાનું ઉલ્લંધન ન ગણાવ્યું.
પરંતુ રિપોર્ટ મુજબ ઉત્તરપ્રદેશના રાજ્ય ચૂંટણી કમિશનર એલ વેંકટેશ્વર લૂએ ગૌતમબુદ્ધ નગરના ડીએમથી આ મુદ્દે રિપોર્ટ માગી છે. જોકે ગૌતમબુદ્ધ નગરના વરિષ્ઠ પોલીસ અધિકારી વૈભવ કૃષ્ણે કહ્યું કે રાજનીતિ દળ દ્વારા પોલીસ કર્મચારીઓને ફૂડ પેકેટ્સ આપવાની ખબર સાચી નથી. સ્થાનિક સ્તરે કેટલાક ફૂડ પેકેટ્સ નમો ફૂડ શોપથી આવ્યા હતા ન કે કોઈ રાજનીતિક પાર્ટીથી. અમુક લોકો ખોટી અને રાજનીતિથી પ્રેરિત અફવા ફેલાવી રહ્યા છે. આ સાથે કોઈ વિશેષ ફૂડ આઉટલેટથી આ ફૂડ પેકેટ્સ ખરીદવાના પણ કોઈ આધિકારીક આદેશ આપવામાં આવ્યા નથી. બીજી તરફ નમો ફૂડ પર વિવાદ થતા એડિશનલ ચીફ ઇલેક્શન ઓફિસર બીઆર તિવારીએ નિવેદન આપ્યું છે અને કહ્યું કે,અમને આ વિશે મીડિયાના માધ્યમથી ખબર પડી છે. તે દુકાન ઘણી જૂની છે. 10 વર્ષની જૂની આ દુકાન આ જ નામથી ચાલી રહી છે. મીડિયામાં આ ખબરને અલગ રીતે રજૂ કરવામાં આવી રહી છે.