લોકસભા જંગ1996થી ભાજપની મજબૂત ઇનિંગ્સApril 12, 2019

રાજકોટ તા. 12
દેશભરમા હાલ તો લોકસભાની ચૂંટણીમાં માહોલ ગરમાવો છે. એક બાજુ આઇપીએલ મેચના કારણે ક્રિકેટ ફીવર પણ જામ્યો છે ત્યારે 1996 થી 2014 સુધીમાં ભાજપ અને કોંગ્રેસની સ્ટ્રાઇક રેટ ઉપર નજર કરીએ તો ભાજપની એવરેજ સારી રહી છે.
લોકસભાની જંગમાં 1996 થી ભાજપની બેટિંગ મજબૂત બની રહી છે. ભાજપ 2009માં ઓલ આઉટ થઇ ગયું હતું ત્યારબાદ 2014માં ભાજપે ધૂંઆધાર બેટીંગ કરી મેચમાં ભવ્ય જીત હાંસલ કરી હતી.જયારે ભાજપની મજબુત બેટીંગ સામે કોંગ્રેસની ફિલ્ડીંગ નબળી પડતી રહી છે. 2009માં સારી ફિલ્ડીંગ કરી હોવાથી કોંગ્રેસનો વિજય થયો હતો ત્યાર બાદ કોંગ્રેસ ફિલ્ડીંગમા નબળી પુરવાર થઇ રહી છે.હાલ તો જેમ આઇપીએલમાં ચોકકા છગ્ગાનો વરસાદ વરસી રહ્યો છે કઇ ટીમ જીતશે મેચમાં છેલ્લા બોલ સુધી રોમાંચ સર્જાઇ રહ્યો છે તેવી જ સ્થિતિ હાલ રાજકારણમાં ચાલતી હોવાનું લોકો કહી   રહ્યા છે.
ક્રિકેટના મેદાનમાં ચોગ્ગા-છગ્ગા નો વરસાદ વરસી રહ્યો છે તો રાજકારણના મેદાનમાં નેતાઓ શબ્દો રૂપી વરસાદ વરસાવી રહ્યા છે બંન્ને માહોલની જ ચર્ચાએ પણ જોર પકડયું છે.જયારે રાજયની લોકસભા બેઠકોની વાત કરીએ તો છેલ્લા 25 વર્ષથી ભાજપ મધ્યપ્રદેશ, ગુજરાત રાજસ્થાન એન છતીસગઢમાં તુફાની બલ્લેબાજી કરી જીત હાંસલ કરી રહ્યું છે. જયારે કોંગ્રેસ આ ચારેય રાજયોમાં કિલન બોલ્ડ થઇ રહી છે. 2014માં આ ચારેય રાજયોમાં કોંગ્રેસ ઓલ આઉટ થઇ ગયું હતું આમ ક્રિકેટની સાથે દેશભરમાં રાજકારણ માહોલ પણ ગરમાયો છે. એક જ ચર્ચા: ઈંઙકમાં અને ચૂંટણીમાં કોણ જીતશે?
દેશભરમાં હાલ તો એક જ ચર્ચાએ જોર પકડયું છે આઇપીએલ મેચ ચાલી રહી છે બંને ટીમે માંથી કંઇ ટીમ જીતશે અને ફાઇનલ કોણ જીતશે ની ચર્ચાઓ ચાલી રહી છે તો બીજીબાજુ 2019ની ચુંટણીમાં કોણ બાજી મારશે કોને જંગી બહુમતી મળશે તે બે જ ચર્ચાએ જોર પકડયું છે. મધ્યપ્રદેશ
1996 થી 2014 સુધી મજબૂત બેટિંગ
કરી રહ્યું છે ભાજપ
ચૂંટણી કોંગ્રેસ જીત ભાજપ જીત
ઉમેદવાર ઉમેદવાર
1996 40 08 40 27
1998 40 10 40 30
1999 40 11 40 29
2004 29 04 29 25
2009 28 12 29 16
2014 29 02 29 27 રાજસ્થાન
1996માં ટેસ્ટ મેચની શરૂઆત
ભાજપે હવે ઝ-20 શરૂ કરી દીધી
ચૂંટણી કોંગ્રેસ જીત ભાજપ જીત
ઉમેદવાર ઉમેદવાર
1996 25 12 25 12
1998 25 18 25 05
1999 25 09 24 16
2004 25 04 25 21
2009 25 20 25 04
2014 25 00 25 25 છત્તીસગઢ
દરેક ચૂંટણીમાં ભાજપ
સિકસર મારી જીતે છે
ચૂંટણી કોંગ્રેસ જીત ભાજપ જીત
ઉમેદવાર ઉમેદવાર
1996 11 04 11 06
1998 11 04 11 07
1999 11 03 11 08
2004 11 01 11 10
2009 11 01 11 10
2014 11 01 11 10 ગુજરાત
1996થી ભાજપ અહીં
ફટકાબાજી કરી રહ્યું છે
ચૂંટણી કોંગ્રેસ જીત ભાજપ જીત
ઉમેદવાર ઉમેદવાર
1996 26 10 26 16
1998 26 07 26 19
1999 26 06 26 20
2004 26 12 26 14
2009 26 11 26 15
2014 26 00 26 26 દેશમાં કેવી છે બંને પક્ષોની સ્થિતિ વર્ષ કોંગે્રસ ભાજપ
1996 140 161
1998 141 182
1999 114 182
2004 145 138
2009 206 116
2014 44 282