CBSEના અભ્યાસક્રમમાં હવે આર્ટનો વિષય ફરજિયાતApril 12, 2019

રાજકોટ તા,12
સીબીએસઈ(સેન્ટ્રલ બોર્ડ ઓફ સેક્ધડરી એજ્યુકેશન)સ્કૂલોમાં હવે આર્ટનો વિષય ફરજિયાત બનાવવામાં આવ્યો છે. નવા શૈક્ષણિક વર્ષથી આ નિયમ લાગુ પાડવામાં આવશે.આર્ટ વિષય તમામ ધોરણમાં વિદ્યાર્થીઓએ ભણવાનો રહેશે.તેની સાથે સાથે ધો.6 થી 8 ના વિદ્યાર્થીઓ માટે આર્ટ વિષયના ભાગરુપે શક્ય હોય તો કૂકિંગ ક્લાસીસનુ પણ આયોજન કરવા બોર્ડ દ્વારા જણાવાયુ છે.
આર્ટ વિષયના દરેક સપ્તાહમાં ઓછામાં ઓછા બે પિરિયડ સ્કૂલોએ રાખવા પડશે.આર્ટ વિષયમાં મ્યુઝિક, ડાન્સ, વિઝયુઅલ આર્ટ અને થિયેટર એમ ચાર પાસાનુ શિક્ષણ અપાશે.આર્ટસ વિષયની જોકે પરીક્ષા નહી યોજાય.થીયરી, પ્રેક્ટિકલ અને પ્રોજેક્ટ વર્કના આધારે વિદ્યાર્થીઓને આ વિષયમાં માર્ક આપવામાં આવશે. આર્ટ વિષયના ભાગરુપે ધો.6 થી 8 ના વિદ્યાર્થીઓને કૂકિંગ પણ શિખવાડવામાં આવશે. સીબીએસઈની દલીલ છે કે, કૂકિંગ ક્લાસીસના કારણે

વિદ્યાર્થીઓ પૌષ્ટિક ખોરાકનુ , ભારતમાં ઉગાડાતી વિવિધ કૃષિ પેદાશોનુ મહત્વ સમજતા થશે. સ્કૂલોને કૂકિંગ ક્લાસીસ માટે વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને પોતીની રીતે આયોજન કરવાની છુટ અપાઈ છે.
આર્ટ વિષયને ફરજિયાત બનાવતા પહેલા બોર્ડ સત્તાધીશો દ્વારા સ્કૂલોના પ્રિન્સિપાલો, શિક્ષકો,એનસીઈઆરટીના અધિકારીઓ અને કલાકારોના પણ અભિપ્રાય લેવામાં આવ્યા હતા.