GST રિટર્ન માટે મુદત વધારાઇApril 12, 2019

પ્લાન બી તૈયાર કરવો જરૂરી
જીએસટી અમલીકરણના 20 મહિના પછી, જીએસટીએનમાં ટેકનીકલ ભૂલો આવી રહી છે. તે સમગ્ર ટેક્સ માળખાને અનુસરવામાં ભૂલો રહે છે. જીએસટી કાઉન્સિલને વધુ સારા જીએસટી પાલન નેટવર્ક માટે ‘પ્લાન-બી’ તૈયાર કરવાની જરૂર છે. એએમઆરજી અને એસોસિએટ્સના ભાગીદાર રજત મોહનએ જણાવ્યું હતું કે, પજીએસટી અમલીકરણના 20 મહિના પછી પણ, જીએસટીએન ટેક્સ ફાઇલિંગ્સની એકંદર પાલન માળખામાં બિનકાર્યક્ષમતા તરફ દોરી રહેલા ટેકનીકલ ખામીઓથી પીડાય છે. જીએસટી કાઉન્સિલને ઝડપી અપનાવી સરળ જીએસટી પાલન નેટવર્ક ઉભું કરવું જોઈએ. ક્ષ રિટર્ન ફોર્મ-1ની મર્યાદામાં બે દિવસ, ફોર્મ નં. 7 માટે
1 દિવસનો વધારો
અમદાવાદ : સરકારે માર્ચ માટે અંતિમ વેચાણ રિટર્ન (વળતર) ફોર્મ જીએસટીઆર - 1 ભરવાની સમયમર્યાદા 2 દિવસ વધારીને 13 એપ્રિલ કરી છે. આ રીતે જ માર્ચ માટે સ્ત્રોત પર કરવામાં આવેલી કર કપાત (ટીડીએસ)નું રિટર્ન જીએસટીઆર - 7 ભરવાની સમયમર્યાદા 12 એપ્રિલ સુધી વધારી દેવામાં આવી છે. આ પહેલા જીએસટીઆર - 1ની સમયમર્યાદા 11 એપ્રિલ અને જીએસટીઆર - 7ની સમયમર્યાદા 10 એપ્રિલ હતી. યુનિયન પરોક્ષ કરવેરા અને કસ્ટમ્સ બોર્ડ દ્વારા એક જાહેરનામામાં જણાવવામાં આવ્યું હતું કે, સેન્ટ્રલ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ નિયમ 2017 અંતર્ગત માર્ચ 2019 મહિના માટે ગુડ્સ એન્ડ સર્વિસની મોકલવામાં આવેલી આપૂર્તિ અથવા બંનેના ફોર્મ જીએસટીઆર - 1માં બ્યોરા સામાન્ય પોર્ટલ મારફતે ઇલેક્ટ્રોનિક રીતે 13 એપ્રિલ 2019 અથવા તેની પહેલા મોકલવામાં આવવું જોઈએ. પરંતુ ફરિયાદ પછી સમયરેખા વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. પરોક્ષ કરવેરા અને કસ્ટમ્સ બોર્ડ (ઈઇઈંઈ)એ એક સૂચનામાં આ અંગે જાણ કરી હતી. બોર્ડે રિટર્ન ભરવામાં મુશ્કેલી આવવાની કંપનીઓની ફરિયાદ બાદ સમયમર્યાદા વધારવાનો નિર્ણય લીધો છે. સરકારે માર્ચ માટે અંતિમ વેચાણ રિટર્ન ફોર્મ જીએસટીઆર - 1 ભરવાની સમયમર્યાદા 13 એપ્રિલ સુધી લંબાવી છે.