PUBG પરનો સ્ટે હટાવાની હાઈકોર્ટની ‘ના’

  • PUBG પરનો સ્ટે હટાવાની હાઈકોર્ટની ‘ના’

રાજકોટ તા,12
રાજકોટ સહિત રાજ્યમાં તમામ મોટા જિલ્લામાં પબજી ગેમ્સ પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. પબજીને કારણે રાજ્યના યુવાનોમાં ખોટી લત લાગવી તથા તેમના વ્યવહારમાં અસર પડતી હોવાનું કારણ આપી જિલ્લા પોલીસ કમિશનર દ્વારા પબજી ગેમ્સ પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. જો કે આ પ્રતિબંધ ખોટી લગાવવામાં આવ્યો હોવાનું જણાવી ગુજરાત હાઇકોર્ટમાં જાહેરહિતની અરજી કરવામાં આવી હતી જેને કોર્ટે ફગાવી દેધી છે.
હાઇકોર્ટે પબજી ગેમ પરના પ્રતિબંધને પડકારતી જાહેરહિતની અરજી ફગાવી છે. કોર્ટે અરજી પર સુનાવણી દરમિયાન જણાવ્યું કે પબજી પર પ્રતિબંધ હટાવવામાં કોઇ જાહેરહિત નથી. જો કે પબજી પીડિત વ્યક્તિ આ મામલે અરજી કરી

શકે છે. હાઇકોર્ટમાં જાહેરહિતની અરજી કરનારના વકીલે દલીલો કરી કે સીઆરપીસી 144નો એકદમ ખોટી રીતે ઉપયોગ થાય છે, આ પ્રતિબંધ બાદ 21 લોકોની ધરકડ કરવામાં આવી છે. પબજી રમવાથી કોઇ હિંસાત્મક વર્તન થતું નથી. આવું ક્યાય સાબિત થયું નથી. ગેમ પર આ રિટના પ્રતિબંધથી ફ્રીડમ ઓફ ચોઇસ અને સ્વતંત્રતા પર તરાપ છે.
ઉલ્લેખનીય છે કે રાજ્યમાં પરીક્ષાનો સમય અને યુવાનોમાં સૌથી ઝડપથી ક્રેઝ વધી જતાં પબજી ગેમ્સ રમવા અને મોબાઇલમાં રાખવા પર પ્રતિબંધ લગાવતું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જો કોઇ વ્યક્તિ આ જાહેરનામાનું ઉલ્લંઘન કરશે તો તેમની ધરપકડ કરવામાં આવશે તથા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. આ પ્રતિબંધ બાદથી રાજ્યમાં અનેક જિલ્લામાં અનેક લોકોની ધરપકડ પણ કરવામાં આવી જેમાંથી મોટાભાગના યુવાનો હતા. અત્યાર સુધીમાં 21 લોકોની ધરપકડ
અરજદાર તરફથી જાહેર હીતની અરજીમાં જણાવાયું હતું કે, પબજી ગેમ પર રાજયના વિવિધ જિલ્લાઓની પોલીસે પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું બહાર પાડયું છે. અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર, ગીર-સોમનાથ અને જામનગર સહિતના જિલ્લાઓમાં જાહેરમાં આ ગેમ રમવી ગુનો છે. અત્યારસુધીમાં આ ગુનામાં 21 લોકોની ધરપકડ કરાઇ છે. આ વીડીઓ ગેમને કલમ-144 હેઠળ પ્રતિબંધિત કરવાની પોલીસને કોઇ સત્તા નથી. જાહેરનામામાં ગેમ સામે કોઇ પ્રમાણસરની સૂચના આપવાની જગ્યાએ આત્યંતિક પગલું લેવામાં આવ્યું છે. આ ગેમ લોકોની સુરક્ષા માટે ખતરારુપ હોવાનું કારણ દર્શાવ્યું છે પરંતુ તે અંગે કોઇ સર્વે કે અભ્યાસ પણ હાથ ધરાયો નથી. તેથી સરકારનું આ પગલુ મનસ્વી છે.