અસાન્જેને ફાંસીની સજાવાળા દેશને સોંપવામાં નહીં આવેApril 12, 2019

ક્વિટો તા,12
ક્વિટોએ રાજકીય આશ્રય પાછો ખેંચી લીધા બાદ ગઇકાલે લંડનમાં ધરપકડ કરાયેલા વિકિલિક્સના સ્થાપક જુલિયન અસાન્જેને મૃત્યુદંડની સજા આપતા દેશને સોંપવામાં નહીં આવે, એમ ઍક્વાડોરના પ્રમુખ લેનિન મોરેનોએ કહ્યું હતું.
અસાન્જેની હેરાનગતિ કરવામાં આવે કે તેને મૃત્યુદંડની સજા કરવામાં આવે એવા કોઈપણ દેશને તેની સોંપણી ન કરવાની ખાતરી આપવાનું બ્રિટનને જણાવ્યું હોવાનું લેનિન મોરેનોએ સોશિયલ મીડિયામાં પોસ્ટ કરેલા વીડિયો સંદેશામાં કહ્યું હતું. બ્રિટનની સરકારે લેખિતમાં આ અંગે બાંયધરી આપી છે, એમ તેમણે કહ્યું હતું. અસાન્જેને રાજકીય આશરો આપવામાં મુખ્ય ભૂમિકા ભજવનાર અને હાલ
(અનુસંધાન પાના નં.10)
બેલ્જિયમમાં રહેતા મોરેનોના પુરોગામી રાફેલ કોરેઆએ મોરેનો પર ભ્રષ્ટ હોવાનો આક્ષેપ કર્યો હતો અને ગુના અંગેની નીતિમાં ફેરફાર કરવાના તેમના નિર્ણયને એમ કહીને વખોડી કાઢ્યો હતો કે તેમણે જે કર્યું છે તેને માનવતા ક્યારેય માફ નહીં કરે.