રાજકીય પક્ષોએ ડોનેશનની જાણકારી આપવી પડશે: સુપ્રીમ

  • રાજકીય પક્ષોએ ડોનેશનની  જાણકારી આપવી પડશે: સુપ્રીમ

નવી દિલ્હી તા.12
ઇલેક્ટોરલ બોન્ડ એટલે કે ચૂંટણી બોન્ડને લઈને સુપ્રીમ કોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો છે. વડી અદાલતે તમામ રાજકીય પાર્ટીઓને ઇલેક્ટોરલ બોન્ડની વિગતો આપવાનો આદેશ કર્યો છે. મુખ્ય ન્યાયાધિસ રંજન ગોગોઈની આગેવાની હેઠળની બેંચે કહ્યું હતું કે, તમામ પાર્ટીઓને 30મી મે સુધીમાં ડોનેશનની જાણકારી આપવાની રહેશે. ચૂંટણી પંચને આ જાણકારી સીલબંધ કવરમાં આપવાની રહેશે.
સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે, તમામ રાજકીય પાર્ટીઓ 30મી મે સુધી ચૂંટણી પંચને બંધ કવરમાં તેમને મળેલા ફંડની વિગતો આપે. જોકે, સુપ્રીમ કોર્ટે ચૂંટણી બોન્ડ પર પ્રતિબંધ મૂકવાનો ઇન્કાર કર્યો છે. એટલું જ નહીં રાજકીય પાર્ટીઓએ જે ખાતામાં રકમ ટ્રાંસફર થઈ છે તેનો પણ ઉલ્લેખ કરવો પડશે. મુખ્ય ન્યાયાધીસ રંજન ગોગોઈ, જસ્ટિસ દીપક ગુપ્તા અને જસ્ટિસ
(અનુસંધાન પાના નં.10)
સંજીવ ખન્નાની બેંચે જણાવ્યું હતું કે, ચૂંટણી પ્રક્રિયામાં પારદર્શિતા લાવવા માટે એ બાબત જરૂરી છે કે ઇલેક્ટોરલ બોન્ડ મારફતે ડોનેશનનો ખુલાસો કરવામાં આવે.
મુખ્ય ન્યાયાધીસે પોતાના જનમેન્ટમાં જણાવ્યું હતું કે, તમામ રાજકીય પક્ષોએ આજથી લઈને 15 મે સુધી મળનારા ડોનેશનની જાણકારી ચૂંટણી પંચને 30મી મે સુધીમાં સોંપવાની રહેશે. જેમાં પાર્ટીઓએ તેમને મળતા ડોનેશનની રકમનો ઉલ્લેખ કરવાનો રહેશે અને એ ખાતાઓનો પણ ઉલ્લેખ કરવાનો રહેશી જેમાં આ રકમ ટ્રાંસફર કરવામાં આવી છે. અગાઉ ગુરુવારે સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે જો પારદર્શક રાજનીતિક ફંડ માટે શરૂ કરવામાં આવેલી ચૂંટણી બોન્ડ સ્કિમમાં બોન્ડ ખરીદનારની ઓળખ જાહેર નથી થતી તો ચૂંટણીમાં કાળાનાણાના ઉપયોગ પર અંકૂશનો સરકારનો પ્રયાસ નિરર્થક રહેશે.
નોંધનીય છે કે કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં ઇલેક્ટોરલ બોન્ડની તરફેણ કરી છે. એટર્ની જનરલ કે કે વેણુગોપાલે સુપ્રીમ કોર્ટને જણાવ્યું કે, ચૂંટણી પ્રક્રિયા દરમિયાન સુપ્રીમ ઇલેક્ટોરલ બોન્ડ અંગે કોઈ આદેશ ન કરે. કેન્દ્રએ આગ્રહ કર્યો કે કોર્ટે આ મામલે દખલ ન દેવી જોઈએ. ચૂંટણી પ્રક્રિયા પૂરી થયા બાદ આ મામલે કોઈ નિર્ણય લેવો જોઈએ. એટર્ની જનરલ કે કે વેણુગોપાલે એવું પણ કહ્યું કે ચૂંટણી બોન્ડ રાજનીતિક દાન માટે પારદર્શકતા તેમજ જવાબદારી નક્કી કરવાની દિશામાં મોટું પગલું છે. તેમનો દાવો હતો કે ચૂંટણી બોન્ડ પહેલા મોટા ભાગનું ભંડોળ રોકડમાં લેવામાં આવતું હતું, જેનાથી હિસાબ વગરનું ફંડ ચૂંટણીમાં આવતું હતું.