અમરેલી જન સેવા કેન્દ્રમાં તપતી પ્રજા પણ આવકનો દાખલો મળી શકતો નથીApril 12, 2019

અમરેલી તા.12
આરટીઇ એકટ-ર009 અંતર્ગત ખાનગી પ્રાથમિક શાળાઓમાં નબળા અને વંચિત જુથનાં બાળકોને શિક્ષણ મેળવવાં અમરેલી તાલુકાનાં ગ્રામ્ય પંથકનાં વાલીઓ 4ર ડીગ્રી તાપમાનમાં અમરેલી જન સેવા કેન્દ્રમાં કલાકો સુધી લાઇનમાં ઉભા રહેવા છતાં પણ મામલત દારનો આવકનો દાખલો મળતો નથી.
ગરીબ-મજુર વાલી પોતાની રોજીરોટી મુકીને બે-બે દિવસ સુધી ધરમનાં ધક્કા ખાઇ રહેલ છે. પ્રાપ્ત વિગત મુજબ સરકાર દ્વારા ધો-1 થી નબળા જુથનાં બાળકોને ખાનગી શાળાઓમાં વિનામુલ્યે શિક્ષણ મળી રહે તેવા હેતુસર ફકત ર0 જ દિવસમાં ઓનલાઇન અરજી કરવાનું જણાવી દીધા બાદ ગરીબ પરીવારોને આ અંગેની જાણકારી પણ હોતી નથી. જ્યારે જાણકારી મળે ત્યારે અરજી કરવાનો સમય પણ પુરો થઇ ગયેલ હોય છે. આ ર0 દિવસમાં અમરેલી કલેકટર કચેરીમાં આવેલ જન સેવા કેન્દ્ર ઉપર અફડા-તફડીનો માહોલ સર્જાય રહેલ છે. ગામડેથી આવકનો દાખલો લઇને આવેલ વાલી પાસે જન સેવા કેન્દ્રમાં સોગંદનામુ કરાવી મામલતદારનાં આવકનાં દાખલાની ફરજ પાઠવામાં આવે છે. જેનાં કારણે વાલી જન સેવા કેન્દ્રની બહાર ટેબલ નાખીને બેઠેલા શન્સો પાસે સોગંદનામાં અરજી બાબતે લુંટાઇ રહેલ છે.
જન સેવા કેન્દ્રમાં અરજદારોની સુવિધા સાથે ટેબલ નાખીને બેઠેલા શખ્સો પાસે સોગંદનામા અરજી બાબતે લુંટાઇ રહેલ છે. જન સેવા કેન્દ્રમાં અરજદારોની સુવિધા અર્થે ટેબલ પણ કાર્યરત છે. પરંતુ આ ટેબલ ઉપર બેઠેલ કર્મચારી અરજદારો સાથે ઉઘ્ધતાઇ ભર્યુ વર્તન કરતો હોવાની ફરીયાદ ઉઠેલ છે.
અરજદારે ગ્રામ પંચાયત કે નગરપાલીકામાં રજુ કરેલ આવકનો દાખલો માન્ય રાખવાનાં બદલે સોગંદનામું કરાવી આર્થિક ફટકો મારવામાં આવે છે.
કલાકો સુધી લાઇનોમાં ઉભા રહેવા છતાં પણ દાખલો આપવામાં આવતાં નથી અને અરજદારોને બેથી ત્રણ દિવસ ધરમનાં ધક્કા ખવડાવી રહેલ છે. ઓનલાઇન અરજી માટે ફકત પાંચ દિવસ બાકીરહેલ છે. ત્યારે વાલીઓ આવકનો દાખલો મેળવવાં મુશ્કેલીમાં સપડાયેલ છે.