જિજ્ઞેશ સુરાણીની નૃત્ય સફરમાં સાથ આપે છે બહેન ક્રિષ્નાApril 27, 2019

લ્લા 22 વર્ષથી ભરત નાટયમ્ નૃત્યકલા સાથે સંકળાયેલા જીજ્ઞેશભાઇ સુરાણી કહે છે કે આ કલામાં મેલ ડાન્સર ઓછા હોય છે. ધર્મ, શાસ્ત્ર અને યોગના સંગમરૂપ આ કલા દ્વારા જીવનની ગતિને પામવાનો તેઓ પ્રયત્ન કરે છે. તેમની સાથે તેમના બહેન ક્રિષ્નાબેન આ પ્રવૃત્તિમાં એટલો જ સાથ આપે છે અને હજુ સુધી તેમની પાસે 1500થી વધુ વિદ્યાર્થીઓ તાલીમ લઇ ચૂકયા છે. રાજકોટ સિવાય ગોંડલ, મોરબી, જૂનાગઢ, વડોદરા વગેરે શહેરમાં તેમની સંસ્થાઓ ચાલે છે.