પરેશ ધાનાણી લોકસભા જીતે તો વિરોધપક્ષનાં નેતા વિરજી ઠુમ્મર?April 26, 2019

  • પરેશ ધાનાણી લોકસભા જીતે તો વિરોધપક્ષનાં નેતા વિરજી ઠુમ્મર?

 ઠુમ્મર ઉપરાંત મોરબીનાં ધારાસભ્ય બ્રિજેશ મેરજાનું
નામ પણ ચર્ચામાં
રાજકોટ તા,26
23મીએ સંપન્ન થયેલી લોકસભાની ચૂંટણી બાદ તમામની નજર હવે આગામી તા.23/5ના રોજ જાહેર થનાર પરિણામો પર સ્થિર થઇ છે. ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ બન્ને પક્ષોએ સીટીંગ ધારાસભ્ય અને સાંસદોને પણ મેદાનમાં ઉતાર્યા છે! કોંગ્રેસે તો વિરોધપક્ષનાં નેતાને લોકસભા લડાવવાનો જુગાર ખેલ્યો છે. આ જુગાર કામયાબ નિવડે અને ધાનાણી જીતી જાય તો તેમના સ્થાને નવા વિપક્ષી નેતા કોણ? આ સવાલનાં બે - ત્રણ જવાનો આવી રહ્યા છે. સુત્રો રહે છે કે જો ધાનાણી

જીતે તો સૌથી આગળ પડતું નામ વિરજી ઠુમ્મરનું છે. લાઠીનાં ધારાસભ્ય અને દિગ્ગજ નેતા ઠુમ્મર ઉપરાંત મોરબીનાં ધારાસભ્ય બ્રિજેશ મેરજા તથા પેટલાદનાં નિરંજન પટેલ પણ રેસમાં છે. ગુજરાતની 26 લોકસભા બેઠક પર કોની જીત થશે અને કોની હાર થશે તેનો ફેસલો 23 મેના રોજ આવવાનો છે. જોકે તે પહેલા કોંગ્રેસના સીનીયર નેતાઓમાં રાજયમાં હવે વિરોધ પક્ષના નેતાનું પદ કોને મળશે તેનો ગણગણાટ શરૂ થઇ ગયો છ. સવાલ એ છે કે જો આ લોકસભા ચૂંટણીમાં અમરેલીથી ચૂંટણી લડેલા પરેશ ધાનાણી જીતી જશે તો તેમના બદલે વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા કોણ બનશે?
પરેશ ધાનાણી ચૂંટણી જીતે તો તેમને દિલ્હી મોકલાશે કે પછી પક્ષ તેમને સાંસદ પદેથી રાજીનામુ આપવા કહેશે તેની ચર્ચા કોંગ્રેસમાં ચાલી રહી છે. ધાનાણીએ વાત કરતા જણાવ્યું હતું કે, હું સાંસદ તરીકે કામ કરુ કે પછી વિરોધ પક્ષના નેતા તરીકે તેનો નિર્ણય પાર્ટીએ લેવાનો છે. જોકે આ પ્રશ્ર્ન હું જીતું તો ઉભો થશે અને મને આશા છે કે હું ચોક્કસ જીતીશ.
જો કોંગ્રેસ ધાનાણીને બદલે કોઇ બીજા પાટીદારને વિરોધ પક્ષના નેતા બનાવે તો તેમાં વીરજી ઠુમ્મર (લાઠી), બ્રિજેશ મેરજા (મોરબી) એન નિરંજન પટેલ(પેટલાદ) માંથી કોઇ એક પાટીદાર નેતા તેમની જગ્યા લઈ શકે તેમ છે. જો કોંગ્રેસ પાટીદારને બદલે આદીવાસી નેતા પર પસંદગી ઉતારે તો અનિલ જોશિયારા (ભિલોડા), મોહનસિંહ રાઠવા (છોટા ઉદેપુર)ના નામ પર વિચારણા થઈ શકે છે. જો દલિત નેતાને આ પદ આપવાનું થાય તો શૈલેષ પરમાર તેની રેસમાં સૌથી આગળ હશે તેમ સૂત્રોનું કહેવું છે.