કાર્બાઇડથી કેરી પકાવતા ધંધાર્થીઓ ઉપર તૂટી પડો, હાઇકોર્ટનો આદેશApril 26, 2019

 પગલા લેવામાં સરકાર અને કોર્પોરેશન નિષ્ફળ રહેતા હાઇકોર્ટને હસ્તક્ષેપ કરવાની પડી ફરજ
રાજકોટ તા. 26
સૌરાષ્ટ્રમાં કેરીની સીઝન શરૂ થઇ ચુકી છે. વખારો અને ગોડાઉનમાં કેરીનો માલ ઉતરવા લાગ્યો છે ત્યારે કાચી કેરીને કાર્બાઇડથી પકાવતા વેપારીઓ સામે હાઇકોર્ટે લાલ આંખ કરી છે સાથે જ મનપા આવા તત્વો સામે પગલા લેવામાં નિષ્ફળ રહેતા હાઇકોર્ટે સવાલો કર્યા છે.
હાલ કેરીની સીઝન શરૂ થઇ ગઈ છે. જો કે દર વખતની જેમ આ વખતે પણ માર્કેટમાં કાર્બાઇડથી પકવવામાં આવતી કેરીનું બેરોકટોક વેચાણ શરૂ થઇ ગયું છે. આ મામલે હાઇકોર્ટમાં સુઓમોટો અરજી કરવામાં આવી હતી. જેની સુનાવણી દરમિયાન ગુજરાત હાઇકોર્ટે સરકાર અને કોર્પોરેશનની કામગીરી પર સવાલો ઉઠાવ્યા કહ્યું હતું કે, કાર્બાઈડથી પકવવામાં આવતી કેરી પર સરકાર અને કોર્પોરેશન પોતાની ફરજ નિભાવતા નથી.હાઇકોર્ટે નોંધ્યું કે માર્કેટમાં ખુલ્લેઆમ કાર્બાઇડથી પકવાતી કેરીનું વેચાણ કરવામાં આવી રહ્યું છે, તેની સામે કોર્પોરેશન અને સરકાર યોગ્ય પગલા લેવામાં નિષ્ફળ રહ્યા છે. જેના કારણે હાઇકોર્ટને હસ્તક્ષેપ કરવાની ફરજ પડી છે. કાર્બાઇડથી પકવેલી કેરી ખાવાથી

કેન્સર જોખમ વધુ હોય છે કેરીને કેલ્શિયમ કાર્બાઇડ અને ઇથિલિન પાવડરથી કૃત્રિમ રીતે પકાવીને વેચતા વેપારીઓ પોતાના આર્થિક લાભ માટે લોકોના આરોગ્ય સાથે ગંભીર ચેડા કરે છે. કૃત્રિમ રીતે પકવેલી કેરી આરોગવાથી કેન્સર જેવી જીવલેણ બિમારી થાય છે. કેલ્શિયમ કાર્બાઇડ અને ઇથિલિન પાવડરના ઉપયોગ પર પ્રતિબંધ છે. કેલ્શિયમ કાર્બાઇડનો ઉપયોગ વેલ્ડીંગ કરવા તેમજ ટેટા ફોડવામાં થાય છે.