વીજદરમાં યુનિટ દીઠ ફરી 29 પૈસાનો વધારોApril 26, 2019

  • વીજદરમાં યુનિટ દીઠ ફરી 29 પૈસાનો વધારો

રાજકોટ તા. 26
દેશમાં લોકસભાની ચુંટણી ચાલી રહી છે જયારે ગુજરાતમાં 23 તારીખના રોજ મતદાન પુર્ણ થયું છે ત્યારે ગુજરાતની જનતા પર ચૂંટણી પુર્ણ થયાની સાથે જ બોજ ઝીંકી દેવામાં આવ્યો છે.
ચૂંટણી પુર્ણ થતાની સાથે જ રાજયની જનતા માટે માઠા સમાચાર આવ્યા છે વીજ કંપનીઓ દ્વારા વીજદરમાં વધારો કરવામાં આવ્યો છે. રાજયમાં યુનિટ દિઠ 22 પૈસાનો વધારો ઝીંકાયો છે જયારે અમદાવાદ, સુરત, રાજકોટ અને ગાંધીનગરમાં પ્રતિ યુનિટ 29 પૈસાનો વધારો કરાયો છે.
મહત્વનું છે કે વીજ કંપનીઓ દ્વારા વીજદરમાં વધારો કરવામાં આવ્યો છે. ત્યારે આ ભાવ વધારાને કારણે તેનો સીધો બોજ ગુજરાતની જનતા પર પડશે અગાઉ પણ વીજદરમાં યુનીટ દીઠ 28 પૈસાનો વધારો કરાયો હતો.
ગરમી વધતાં વિજ વપરાશમાં અનેક ગણો વધારો નોંધાયો છે ત્યારે ભાવ વધારો આવતાં ગ્રાહકોમાં દેકારો બોલી ગયો છે જે પ્રમાણે રહેણાંક શ્રેણીમાં એનર્જી ચાર્જનાં અગાઉ 5 સ્લેબ હતા જે ઘટાડીને 4 કરવામાં આવ્યા છે જેના કારણે ગામડાઓના ગ્રાહકોન યુનિટ દીઠ 10 પૈસાનો ફાયદો થઇ શકે છે. ખેડુતોને પણ થોડા એવે રાહત આપવામાં આવી છ. ચૂંટણીના કારણે ટેરીફ ઓર્ડરની જાહેરાત મોડી થઇ છે સામાન્ય રીતે માર્ચના અંતમાં જાહેરાત થઇ જતી હોય છે પરંતુ આ વર્ષેે લોકસભાની ચુંટણી હોવાના કારણે વીજ દર માટેનો ઓર્ડર મોડો જાહેર કરાયો છે.