ધો.12 બોર્ડમાં 3 લાખ છાત્રો નાપાસ; 19ની આત્મહત્યાApril 26, 2019

 તેલંગાણામાં પરીક્ષાનાં પરિણામો બન્યા ઘાતક
તેલંગાણા તા.26
તેલંગાણામાં ઘોરણ 12ના પરિણામ જાહેર થયાના એક અઠવાડિયા પછી પણ વિદ્યાર્થીઓની આત્મહત્યાના કેસમાં ઘટાડો થઈ રહ્યો નથી. ગત 24 કલાકમાં કુલ 3 વિદ્યાર્થીઓએ પરીક્ષામાં નાપાસ થવાના કારણે આત્મહત્યા કરી છે. અત્યારસુધી કુલ 19 વિદ્યાર્થીઓ પરીક્ષામાં નાપાસ થવાના કારણે આત્મહત્યા કરી ચૂક્યા છે. સામાજિક કાર્યકર્તાઓનું કહેવું છે કે અધિકારીઓની બેજવાબદારીના

કારણે પેપર યોગ્યરીતે તપાસ્યા વિના પરિણામ જાહેર કરવામાં આવ્યા છે. આ કારણે વિદ્યાર્થીઓ ડિપ્રેશનમાં જતા રહ્યા અને આત્મહત્યા કરવા લાગ્યા. ગત વર્ષે 2018માં પણ પરિણામ આવ્યા બાદ લગભગ 6 વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરી હતી.
આ ઘટનાથી ચિંતિત શિક્ષકોનું કહેવું છે કે વિદ્યાર્થીઓ પર અભ્યાસ સંબંધિત દબાણ કરવું જોઈએ નહીં, વધારે માર્ક્સ મેળવવાની રેસમાં વિદ્યાર્થી પર વધારે દબાણ કરવામાં આવે છે. માતા-પિતાના દબાણના કારણે આત્મહત્યાની વધારે ઘટનાઓ જોવા મળી રહી છે.