એવેન્જર્સ એન્ડ ગેમ ફિલ્મ માટે મલ્ટિપ્લેક્સ 24 કલાક ખુલ્લા!April 26, 2019

 આજથી રિલીઝ થઈ રહેલી ફિલ્મની એક જ દિવસમાં 10 લાખ ટિકિટોનું બુકિંગ થયું
મુંબઈ તા,26
એવેન્જર્સ એંડગેમની ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ત્યારે આ ફિલ્મ આ ફિલ્મ 26

એપ્રિલને થિયેટરમાં રિલીઝ થવા જઈ રહી છે. જાણવા મળ્યું છે કે આ ફિલ્મ માટે 24 કલાક થિયેટર ખુલ્લા રહેવાના છે.
એવેન્જર્સ એંડગેમની રિલીઝને હવે ગણતરીના કલાકો બાકી છે. આ ફિલ્મ આજરોજ એટલે કે તા.26 એપ્રિલના રોજ રિલીઝ થઇ રહી છે. ત્યારે સુપરસીરીઝની આ ફિલ્મ માટે ભારતમાં રેકોર્ડબ્રેક એડવાન્સ બુકિંગ થયું છે. મળતી માહિતી અનુસાર એક જ દિવસમાં 10 લાખ ટિકીટનું એડવાન્સ બુકિંગ થયું છે. દર્શકોની આ માંગને ધ્યાનમાં રાખીને દેશભરમાં 24 કલાક મલ્ટિપ્લેક્સ ખુલ્લા રાખવા માટે મંજૂરી આપવામાં આવી છે. ફિલ્મનું આવું એડવાન્સ બુકિંગ જોઇને એવું લાગી રહ્યું છે સમગ્ર દેશમાં પ્રેશક્ષો ઓછા નહીં પડે પરંતુ થિયેટર્સ ઓછા પડશે.
ગત વર્ષે આવેલી ફિલ્મ એવેન્જર્સ ઇન્ફિટી વારે પણ પોતાનો દબદબો યથાવત રાખ્યો હતો. આ ફિલ્મ હોલીવુડની પહેલી એવી ફિલ્મ બની હતી જેને ભારતમાં 200 કરોડથી વધારેની કમાણી કરી પરંતુ ટ્રેડ પંડિતો પ્રમાણે એવેન્જર્સ એંડગેમ પોતાના પહેલા સપ્તાહમાં અવિશ્વનિય કમાણી કરી શકે છે.
ઉલ્લેખનીય છે કે ફિલ્મના ચાહકવર્ગને જોઇને દેશમાં કેટલાક મોટા મલ્ટિપ્લેક્સમાં 24 કલાકના શો માટે લીલી ઝંડી આપવામાં આવી છે. એટલે કે રાતે 12 વાગ્યા પછી પણ આ ફિલ્મ દર્શકો મલ્ટિપ્લેક્સમાં જોઇ શકશે.
ઉલ્લેખનીય છે કે આ ફિલ્મ ભારતમાં 2000 થી 2500 સ્ક્રીનમાં રિલીઝ થઇ રહી છે. હિન્દી, તામિલ અને તેલુગુ એમ 3 ભાષામાં રજૂ કરવામાં આવી રહી છે. આ ફિલ્મનું એડવાન્સ બુકિંગ 2-3 અઠવાડિયા પહેલા જ શરૂ થઇ ગયું હતું.