સુરતની 2 સગ્ગી બહેનો સાથે દુષ્કર્મ કેસમાં નારાયણ સાંઈ દોષી જાહેરApril 26, 2019

  સુરતની 2 સગ્ગી બહેનો સાથે દુષ્કર્મ કેસમાં નારાયણ સાંઈ દોષી જાહેર આશ્રમની સેવિકા એવી બહેનો સાથે 2013ની સાલમાં નારાયણ સાંઈએ દુષ્કર્મ આચર્યું હતું
સુરત જિલ્લા કોર્ટે સુણાવ્યો ચુકાદો
આશારામની સામે પણ બળાત્કારની ફરિયાદ છે
નારાયણ સાંઈની બે સાધીકા ગંગા, જમના સહિત ચાર દોષિત : 30 એપ્રિલે સજાનું એલાન   અમદાવાદ: નારાયણ સાંઈ સામે જહાંગીરપુરા પોલીસ સ્ટેશનમાં બળાત્કારની ફરિયાદના કેસમાં સુરત જિલ્લા કોર્ટ આજે ચૂકાદો સંભળાવી શકે છે. સુરત જિલ્લા કોર્ટમાં સાક્ષીઓની ઉલટ તપાસની કાર્યવાહી પૂર્ણ થઇ ગઇ છે. કોર્ટ દ્વારા ચૂકાદો પણ લખી દેવામાં આવ્યો છે. ત્યારે કોર્ટમાં તમામ આરોપીઓને હાજર રહેવાનો આદેશ કરવામાં આવ્યો છે. જેને લઇ પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે. સુરતમાં રહેતી બે સગી બહેનોએ આસારામ બાપુ અને તેના પુત્ર નારાયણ સાંઈ સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી. જેમાં બંને બહેનોને સેવિકા તરીકે આશ્રમમાં રાખ્યા બાદ અલગ અલગ રાજ્યોમાં લઇ જવામાં આવતી અને

ત્યારબાદ તેમના પર દુષ્કર્મ ગુજારવામાં આવતું હતું. મોટી બહેન પર વર્ષ 2001થી 2007 સુધી અમદાવાદના મોટેરા આશ્રમમાં આસારામે દુષ્કર્મ આચર્યું હતું. કોર્ટમાં ચાલેલી કાર્યવાહીમાં ફરિયાદ પક્ષ તરફથી 53 અને બચાવ પક્ષ તરફથી 14 સાક્ષીઓની જુબાની લેવામાં આવી હતી. પીડિતાનું મેજિસ્ટ્રેટ સામેનું 164 મુજબનું નિવેદન, મૌખિક પુરવા ઉપરાંત, લેખિત દસ્તાવેજો અને સીડી સહિતના પુરાવાઓની કોર્ટમાં રજુ કરાયા. તમામ દલીલો પૂર્ણ થતા કોર્ટે ચૂકાદો લખવાનું શરુ કર્યું હતું. જેમાં સુરત જિલ્લા કોર્ટ આજે (26મી એપ્રિલ) ચૂકાદો સંભળાવી શકે છે.