વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉમેદવારી ફોર્મ ભર્યું April 26, 2019

વારાણસી તા. 26
ગઇકાલ (ગુરુવાર)ના અભૂતપૂર્વ રોડ - શો બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી વધુ એક ‘માસ્ટર સ્ટ્રોક’ મારવા જઇ રહ્યા છે. જેમાં મતદાનના પાંચમા તબકકામાં તેઓ (પ્રથમવાર) અયોધ્યા જશે!
પ્રધાનમંત્રી મોદી 1 મેનાં રોજ ઉત્તરપ્રદેશનાં અયોધ્યા જશે. મેં 2014માં પ્રધાનમંત્રી બન્યાં બાદ હજી સુધી પીએમ અયોધ્યા નથી ગયાં. એવામાં તેઓની અયોધ્યા મુલાકાતનાં કાર્યક્રમને અલગ-અલગ નજરિયાથી જોવામાં આવે છે. તમને જણાવી દઇએ કે ફૈઝાબાદ લોકસભા સીટ

પર પાંચમાં ચરણ અંતર્ગત 6મેંનાં રોજ મતદાન યોજાવાનું છે.
પ્રધાનમંત્રી મોદી આંબેડકરનગર અને અયોધ્યાની વચ્ચે ગોસાઇગંજનાં મયા બઝાર વિસ્તારમાં 1 મે નાં રોજ ચૂંટણી રેલીને સંબોધિત કરશે. જો કે હજી સુધી એ સ્પષ્ટ નથી થઇ શક્યું કે પીએમ મોદીનો અયોધ્યાનાં મંદિરોમાં દર્શન-પૂજાનો કાર્યક્રમ છે કે નહીં. પીએમ મોદી વારાણસીની બે દિવસની મુલાકાત પર છે. શુક્રવારનાં રોજ પીએમ મોદી પોતાની ઉમેદવારી નોંધાવશે. બીજેપીએ આને માટે ખૂબ જ મોટા પ્રમાણમાં તૈયારીઓ શરૂ કરી દીધી છે. ખુદ અમિત શાહ પણ ત્યાં જ હાજર છે.
પીએમ મોદીની અયોધ્યા મુલાકાતનાં અનેક કારણો નિકાળવામાં આવી રહ્યાં છે. એવું માનવામાં આવી રહ્યું છે કે લોકસભા ચૂંટણીનાં પાંચમા ચરણનાં વોટિંગનાં પહેલી પીએમની મુલાકાત દરમ્યાન બીજેપીને આસપાસની સીટોં પર ફાયદો મળી શકે છે. આ સાથે જ આને 6મેંનાં મતદાન પહેલાં માહોલ પોતાનાં પક્ષમાં કરવાનાં રૂપમાં જોવામાં આવી રહેલ છે.
6મેંનાં રોજ ફૈઝાબાદ સીટ સિવાય ધૌરહરા, સીતાપુર, મોહનલાલગંજ, લખનઉ, રાયબરેલી, અમેઠી, બાંદા, ફતેહપુર, કૌશામ્બી, બારાબંકી, બહરાઇચ, કૈસરગંજ લોકસભા સીટોં પર પણ મતદાન છે. એવામાં એસપી-બીએસપી-આરએલડી ગઠબંધનનાં પડકારથી ઝઝુમી રહેલ બીજેપીને આ રેલીથી ઘણી આશાઓ છે.